બનાસકાંઠાના પાલનપુરના ગોબરી ઓવર બ્રિજ પર કુંભ જવા નીકળેલા યાત્રાળુઓને અકસ્માત નડ્યો છે. બે કાર સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં પાંચને ઇજાઓ પહોંચી છે.
રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. અકસ્માતની ઘટનામાં અનેક લોકોને ઇજાઓ પહોંચે છે તો અનેક લોકો મોતના નીપજે છે. તેવામાં બનાસકાંઠાના પાલનપુરમાં ગોબરી ઓવર બ્રિજ પર અકસ્માતની ઘટના સામે આવી છે. પાલનપુરથી પ્રયાગરાજ કુંભ જવા નીકળેલા યાત્રાળુંઓને અકસ્માત નડ્યો છે. ગોબરી બ્રિજ પર બે વાહનો સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 5થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે.













