ગેસ સિલિન્ડર ફાટવાથી આગના ઘણા બનાવો અવારનવાર સામે આવતા રહે છે. જેમાં ઘણીવાર ગેસ સિલિન્ડર ફાટતા સળગી જવાથી લોકોના મોત પણ થવાની ઘટનાઓ ઘણીવાર સામે આવે છે. તો બનાસકાંઠા જિલ્લાના ડીસાના વણઝારાવાસ વિસ્તાર પાસે આગની ઘટના બની હતી. જેથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તો લગ્નપ્રસંગમાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.


ડીસામાં આગની ઘટના

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડિસાના વણઝારાવાસ વિસ્તારમાં આગની ઘટના બની હતી. જ્યાં લગ્નપ્રસંગમાં ગેસ સિલિન્ડર ફાટવાથી આગનો બનાવ બન્યો હતો. લગ્ન મંડપમાં મહેમાનો માટે ચા બનાવવા માટે ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો હતો. પરંતુ અકસ્માતે ફાટતાં આગ લાગી હતી. જેથી લગ્ન પ્રસંગમાં આવેલા લોકોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી.લોકો ભયમાં મૂકાઈ ગયા હતા.

આગને કાબૂમાં લેવાઈ

લગ્નમંડપમાં ગેસ સિલિન્ડર ફાટવાની ઘટનાની તાત્કાલિક ફાયર વિભાગને કરાઈ હતી.આગની ઘટનાની જાણ થતા ડીસા નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જે બાદ ફાયર ફાઇટરોએ આગ પર પાણી છોડ્યું હતું. ભારે જહેમત પછી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગ પર કાબૂ મેળવી લીધા પછી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.જોકે, ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું હોવાનો અહેવાલ સામે આવ્યો નથી.

  • Follow us on: