ઉત્તર પ્રદેશનાં સંભલમાં આવેલી જામા મસ્જિદ વિવાદ કેસમાં મુખ્ય યાચિકાકર્તા મહંત ઋષિરાજગીરી મહારાજ આજે યાત્રાધામ શક્તિપીઠ અંબાજીની મુલાકાતે પહોંચ્યા અને માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ઉત્તરપ્રદેશ પોલીસ કમાન્ડો સાથે મહંતે અંબાજી મંદિરમાં માતાજીનાં દર્શન કર્યા હતા. મસ્જિદમાં મંદિર હોવાનાં પુરાવા મળ્યા બાદ મહંત ઋષિરાજગીરીએ કોર્ટમાં અરજી કરી હતી.
ઉત્તર પ્રદેશનાં સંભલમાં આવેલી જામા મસ્જિદમાં મંદિર હોવાનાં પુરાવા મળ્યા બાદ કોર્ટમાં અરજી કરનાર મહંત ઋષિરાજગીરી આજે શક્તિપીઠ અંબાજી ધામ પહોંચ્યા છે. સુરક્ષાનાં ભાગરૂપે તેમની સાથે ઉત્તરપ્રદેશ પોલીસ કમાન્ડોની ટીમ પણ હતી. મહંતે અંબાજી મંદિરમાં દર્શન કરી માતાજીનાં આશીર્વાદ મેળવ્યા હતા. માહિતી અનુસાર, મહંત ઋષિરાજગીરી મહારાજ ગબ્બર આશ્રમમાં 6 વર્ષ સુધી સેવક તરીકે પણ રહી ચૂક્યા છે. હાલ, તેઓ ઉત્તર પ્રદેશનાં પ્રસિદ્ધ કૈલાદેવી મંદિરમાં મુખ્ય મહંત તરીકે ફરજ બજાવે છે.













