સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ વિશે અવારનવાર કરવામાં આવતી વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વડતાલના ગાદીપતિ આચાર્યએ સ્વામીનારાયણના બફાટ્યા સંતોને ચેતવણી આપી છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો માપમાં રહે: રાકેશપ્રસાદ મહારાજ
સ્વામીનારાયણના બફાટ્યા સંતોને વડતાલના ગાદીપતિ રાકેશપ્રસાદ મહારાજે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો માપમાં રહે... અનેક એવા સંતો છે જે વ્યાસપીઠ પરથી ઘરની વાર્તા કરતા હોય...માટે અન્ય દેવી-દેવતાઓની નિંદા ન કરશો. આપણે જાણતા અજાણતા શ્રીજી મહારાજના નિયમોથી વિપરીત ચાલીએ છીએ...વિપરીત ચાલીએ છીએ એટલે ક્લેશ થાય છે. માટે બધાએ માપેમાપે વતરવું જોઇએ. આ જીવનનો કોઇ નિર્ધાર નથી, ગમે ત્યારે દેહ પડી જાય છે. માટે ભલા થઇને જેમ આપણે આપણા સંપ્રદાયની, ઇષ્ટદેવની, આપણા પરમહંસની ખુમારી હોયને એમ અન્ય ધર્મોને પણ ખુમારી હોય છે. એટલે દ્રઢતા એમના ભક્તોને હોય એની પણ સમાન્તા પૂર્વક સમતા રાખવી પડશે.
અન્ય દેવી-દેવતાઓની નિંદા ન કરશો: રાકેશપ્રસાદ મહારાજ
અન્ય દેવી-દેવતાઓની નિંદા ન કરવા માટે વડતાલના ગાદીપતિએ સ્પષ્ટ સૂચના આપી છે. આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજે કહ્યું હતું કે, શ્રીજી મહારાજના નિયમોથી વિપરીત ચાલીએ છીએ એટલે કલેશ થાય છે. આપણને ખંજવાળ ઉપડે અને રોજ આપણે કોઈ દેવી દેવતાઓની નિંદા કરીએ એટલે કલેશ થાય. જેમ આપણને આપણા સંપ્રદાય આપણા ઇષ્ટદેવની ખુમારી હોય તેમ અન્ય ધર્મના ભક્તોને પણ તેમના ઈસ્ટ દેવની ખુમારી હોય એની પણ સભાનતાપૂર્વક આપણે સમતા રાખવી પડશે