પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, પાલનપુર (બનાસકાંઠા) દ્વારા તમામ ફોર વ્હીલર (મોટર કાર LMV) વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ફોર વ્હીલરની નવી સિરીઝ GJ 08 DP 0001 થી 9999 સુધી તા.03/02/2025ના રોજ શરૂ કરવામાં આવશે. પસંદગી નંબર માટે ઈચ્છા ધરાવતા વાહન માલિકોએ CNA ફોર્મ ભરી તારીખ 29.01.2025 સાંજે 4:00 કલાકથી 01.02.2025 સાંજે 4:00 કલાક સુધી એપ્લિકેશન/પેમેન્ટ કરવાનું રહેશે.


ઓનલાઈન પ્રોસેસ કરવાની રહેશે

ઈ ઓકશન બિડિંગ તા.01/02/2025 થી તા.03/02/2025 સાંજે 4:00 કલાક સુધી પ્રોસેસ કરવાની રહેશે. જે માટે વાહનનું રજીસ્ટ્રેશન કરાવી પસંદગી નંબર માટે Parivahan.gov.in પર FANCY NUMBER માટે ઓનલાઈન પ્રોસેસ કરવાની રહેશે. આ સાથે સિલ્વર ગોલ્ડન સિવાયના રેગ્યુલર નંબરો માટેની સિરીઝ તા.03.02.2025થી શરૂ થશે જેની નોંધ લેવા બનાસકાંઠા જિલ્લાના વાહન માલિકોને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

રજીસ્ટ્રેશન 7 દિવસમાં થશે

પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, પાલનપુર (બનાસકાંઠા) દ્વારા ટુ વ્હીલર ( નોન ટ્રાન્સપોર્ટ), થ્રી વ્હીલર (ટ્રાન્સપોર્ટ) તેમજ HGV વાહનોની પેન્ડીંગ સીરીઝ GJ 08 માં બાકી રહેલા ગોલ્ડન / સીલ્વર નંબરો માટેની હરાજી તા- ૦૩/૦૨/૨૦૨૫ ના ૧૬=૦૦ કલાકના રોજ ખોલવામાં આવશે. ઈચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ-૭ માં કરાવી ONLINE http://parivahan/gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઈ શકશે.

આરટીઓની યાદીમાં જણાવ્યું

જે માટે તા-૨૯/૦૧/૨૦૨૫ ના ૧૬=૦૦ કલાક થી તા-૦૧/૦૨/૨૦૨૫ ના ૧૬=૦૦ કલાક સુધી AUCTION માટે ONLINE CNA ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લીકેશન કરવાની રહેશે. તા-૦૧/૦૨/૨૦૨૫ થી તા-૦૩/૦૨/૨૦૨૫ ના ૧૬=૦૦ કલાક ના રોજ AUCTION નું બિડીંગ ઓપન થશે. આ સાથે તા-૦૩/૦૨/૨૦૨૫ના રોજ હરાજીમાં સફળ થયેલ અરજદારોને નંબરની ફાળવણી કરવામાં આવશે.વાહન સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસ અંદરના જ અરજદારોએ હરાજીમાં ભાગ લેવો સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી પાલનપુર દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.

  • Follow us on: