• ભાજપના રેખાબેન ચૌધરીને હરાવ્યા ગેનીબેને
  • ગુજરાતમાં કહી ખુશી કહી ગમનો માહોલ
  • તમારી દીકરી છે અને મામેરૂ ભરવાનું છે એવુ ગેનીબેન પ્રચાર દરમિયાન લોકોને કહેતા

લોકસભા બેઠક પર ભારે રસાકસી બાદ આખરે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના શિરે જીતનો તાજ જોવા મળ્યો છે. દિવસભર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. મતગણતરી શરૂ ત્યારથી કયારેક ડો. રેખાબેન ચૌધરી તો ક્યારે ગેનીબેન ઠાકોર આગળ રહ્યા હતા. જો કે, હવે ગેનીબેન ઠાકોરે બાજી મારી લીધી છે.

ગેનીબેનને સૌથી વધુ મત

લોકસભા ચૂંટણી વખતે ખૂબ જ ચર્ચામાં રહી બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસ અને બીજેપીનાઉમેદવારો વચ્ચે જબરદસ્ત જંગ જોવા મળ્યો હતો. બંને ઉમેદવારો વચ્ચે જાણે કોઈ ક્રિકેટ મેચ ચાલી રહી હોય તેમ અંતિમ ઓવર સુધી મતગણતરીમાં રસાકસી જોવા મળી. જો કે, અંતિમ ઓવરમાં ગેનીબેને બાજી મારી લીધી છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને 6,11,116 મત મળ્યા છે જ્યારે ડો. રેખાબેન ચૌધરીને 5,90,785 વોટ મળ્યા છે. આમ ગેનીબેન ઠાકોરે 20,331 થી વધુ મતોથી લીડ મેળવી જીત હાંસલ કરી છે.

મામેરૂ ગેનીબેનને ફળ્યું

લોકસભા ચૂંટણી માટે મતદાન દરમિયાન બનાસકાંઠાની બેઠક ખૂબ જ ચર્ચામાં રહી હતી. બનાસકાંઠાનાડીસામાં યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલન દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગેનીબેન ઠાકોરને સમર્થન આપી મામેરું ભર્યું હતું. કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાના વિવાદમાં આ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા.

માતાજીને પ્રાર્થના કરી હતી

ક્ષત્રિય સમાજ તમામ સમાજને સાથે લઇને ચાલે છે. તમામ સમાજ ક્ષત્રિય સમાજને ટેકો આપશે. સમાજે જે કરી બતાવ્યું છે તે ઈતિહાસમાં લખાશે. ગેનીબેને આગળ કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજે આજે મારું મામેરું ભર્યું છે. તમારી ચૂંદડીને હું આંચ નહીં આવવા દઉં તેવી ખાતરી આપું છું. આજે મારા શીર પર જાગીરદાર સમાજે મોટી જવાબદારી નાખી છે. ક્ષત્રિય સમાજની એકતાને નજર ના લાગે તેવી માતાજીને પ્રાર્થના કરું છું.


  • Follow us on: