બનાસકાંઠાના દાંતિવાડામાં પશુપાલકના પુત્ર પર સામાન્ય બાબતે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. બાઈકનો કાચ અડી જવા જેવી સામાન્ય બાબતે બે લોકોએ ગાળાગાળી કરીને માર મારતા પશુપાલકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


સામાન્ય બાબતે પશુપાલકના પુત્ર પર હુમલો

પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠાના દાંતિવાડાના સોડાલ ગામમાં સોડલ દૂધ મંડળીના ચેરમેન પુત્રોએ નેળીયા જેવા રસ્તા પર બાઈકનો કાચ અડી જવા જેવી સામાન્ય બાબતને લઇ પશુપાલકના પુત્રને ગાળો બોલીને માર માર્યો હતો. દૂધમંડળીના ચેરમેનના પુત્રોએ માર મારીને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. જેથી પશુપાલકે પોલીસ ફરિયાદ કરી હતી.

માર મારનાર બન્ને યુવક દૂધમંડળી ચેરમેનના પુત્ર

પોલીસે દલપત ભૂરા પટેલ અને સુરેશ ભૂરા પટેલ સામે પશુ પાલક નરભાભાઈ પુરોહિતના પુત્રને માર મારવા અને ધમકી આપ્યા મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પશુપાલકના પુત્રને માર મારનાર બંને શખ્સો દૂધ મંડળીના ચેરમેનના પુત્રો હોવાથી તેમની સામે કડક કાર્યવાહી કરવા માગ ઉઠી છે.


  • Follow us on: