જાહેર સ્થળો અને રેલ્વે સ્ટેશનો પર કિન્નરો ઘણીવાર જોવા મળતા હોય છે. માતાજીના નામે લોકો પાસેથી પૈસા લેતા હોય છે. ક્યારેક કેટલાક કિન્નરો આતંક મચાવીને ડરનો માહોલ પેદા કરે છે. તો કેટલાક કિન્નરો લોકોને હેરાન કરીને તેમની પાસેથી પૈસા પડાવતા હોવાનું અવારનવાર જોવા મળે છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં કિન્નરે મહિલાને જાહેરમાં માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો.


મહિલા અને કિન્નર વચ્ચે મારામારી

બનાસકાંઠાના ડીસામાં મહિલાને એક કિન્નરે જાહેરમાં માર માર્યો હતો. ડીસામાં ભર બજારે કિન્નર અને મહિલા વચ્ચે મારામારી થઈ હતી. મહિલા પાસે કિન્નરે માતાજીના નામે ઉઘરાણુ કર્યું હોવાની ચર્ચા થઈ રહી છે.જેથી મહિલાએ પૈસા ન આપતા કિન્નર અને મહિલા વચ્ચે મારામારી થઈ હતી. જે દરમિયાન કિન્નરે મહિલાને અર્ધનગ્ન કરીને માર માર્યો હતો.

પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

કિન્નરે જાહેરમાં મહિલાને અર્ધનગ્ન કરીને જાહેરમાં ઘસેડીને ઢોર માર માર્યો હતો. મહિલાને જાહેરમાં માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. કિન્નરે કાયદો હાથમાં લઈને જાહેરમાં મહિલાને અર્ધનગ્ન કરી હતી. જે મામલે પોલીસે વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. તો અગાઉ પણ કિન્નરો વચ્ચે મારામારીના બનાવો ઘણીવાર સામે આવ્યા છે. જેમાં કિન્નરોએ આતંક મચાવીને લોકોને હેરાન પરેશાન કર્યા છે. તેમજ નકલી કિન્નરોનો આતંક પણ એટલો જ વધતો જોવા મળે છે. અમદાવાદના સરસપુરમાં લગ્નપ્રસંગમાં કિન્નરોએ તોફાન મચાવ્યું હતું. 


  • Follow us on: