ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકીનું આજે નિધન થયું છે. બળાત્કાર બાદ સતત બેભાન રહેલી બાળકી આજે જિંદગી સામેનો જંગ હારી ગઈ છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં સાંજે 6.15 કલાક આસપાસ આ બાળકીનું નિધન થયું છે.
ભરૂચના ઝઘડિયામાં ઝારખંડનો એક પરિવાર મજૂરી કામ કરતો હતો. તેની 10 વર્ષીય બાળકી સાથે 16 ડિસેમ્બરે ઝારખંડના જ એક વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરી બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં આરોપીએ લોખંડનો સળિયો નાખી દીધો હતો. આ બાળકીને વધુ સારવાર માટે વડોદરાની સયાજીરાવ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાળકીને આજે બપોરે 2 કલાકે કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. ત્યારબાદ સાંજે 5.15 કલાકે બીજો કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. સાંજે 6.15 કલાકે બાળકીએ જીવ ગુમાવ્યો હતો.
16 ડિસેમ્બર 2024ના રોજ ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલી દુષ્કર્મની ઘટનાએ દિલ્હીના નિર્ભયાકાંડની યાદ અપાવી હતી. આ બાળકીનું આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં 180 કલાકની સારવાર બાદ મોત થઈ ગયું છે. પીડિતાને આજના દિવસે બે કાર્ડિયાક એરેસ્ટ આવ્યા હતા. બાળકી સાથે ખૂબ બર્બરતા પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં ICUમાં તે દાખલ હતી. બપોરે 2 વાગે બાળકીને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. ત્યાર બાદ સાંજે 5.15 વાગે બાળકીને ફરીથી કાર્ડિયાક એરેસ્ટ આવ્યો. પરિણામે બાળકીએ 6.15 વાગે દમ તોડી દીધો હતો. હેવાન વિજય પાસવાને બાળકી પર એટલી હદે ક્રૂરતા આચરી હતી કે ભરૂચની હોસ્પિટલમાં બાળકીની એકવાર તો સર્જરી કરવામાં આવી હતી. પરંતુ એ સક્સેસ ન જતાં વડોદરાની હોસ્પિટલમાં તેની ફરી સર્જરી કરવી પડી હતી. પરંતુ તેમાં પણ સફળતા ના મળી અને એ માસૂમે અંતે દમ તોડ્યો.
શું બોલ્યા ડોક્ટર
બાળકીના મોત અંગે સયાજી હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે બાળકીને આજે બપોરના સમયે પહેલ કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. ત્યારબાદ બાળકીની સ્થિતિ ખુબ ગંભીર હતી. નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવતા બાળકી થોડી સ્ટેબલ થઈ પરંતુ સાંજે 5.15 કલાકે ફરી બાળકીને બીજો કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. સાંજે 6.15 કલાકે બાળકીએ જીવ ગુમાવ્યો હતો. ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ સહિતની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.