વડોદરાના પાદરામાં વાહનમાંથી 27,975 રૂપિયાનું શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો છે. વડુંમાં ICDS યોજના માટેનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે. પોલીસે વાહનચાલક મનહર પરમારની પૂછપરછ હાથ ધરી છે.
વડુ પોલીસે શંકાસ્પદ લઇ જવાતો ICDS યોજના માટે વાપરવામાં આવતા માતૃશક્તિ પૂર્ણ શક્તિ અને બાલ શક્તિ નામના સરકારી યોજના અનાજના જથ્થો ઝડપી પાડ્યો છે. વડુ પોલીસને ચોક્કસ બાદમી મળી હતી કે, પાદરા ના પડું પોલીસ હાદ વિસ્તારમાંથી શંકાસ્પદ ICDS યોજના માટે વાપરવામાં આવતા માતૃશક્તિ પૂર્ણ શક્તિ અને બાલ શક્તિ નામના સરકારી યોજના હેઠળના અનાજના લોટના પેકેટો જે આંગણવાડીમાં સગર્ભા મહિલાઓને અને બાળકોને વિતરણ કરવામાં આવે છે તે ભરીને કરખડી ગંદા પાણીની કેનલ ચોકડી તરફથી નરસિંહપુરા તરફ લઈ જવામાં આવી રહેલો છે.













