રાજકોટમાં આંતક મચાવનાર અસામાજિક તત્વોનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવીને કારદાનું ભાન કરાવ્યું છે. આરોપીઓએ જાહેરમાં હાથ જોડીને લોકોની માફી માંગી હતી. 


ગઈકાલે રૈયા રોડ વિસ્તારમાં અહેમદ કટારિયા,અમીન કટારિયા અને નવાઝ શેખ નામના શખ્સોએ સમાન્ય બાબતમાં 2 લોકો પર છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. યુનિવર્સિટી પોલીસ દ્વારા 3 પૈકી 2 શખ્સોને ઝડપી પાડી ઘટના સ્થળ પર લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.  24 કલાક પેલા જે જગ્યાએ છરી સાથે આતંક મચાવનાર શખ્સોએ આજે હાથ જોડીને જાહેર જનતાની માફી માંગી છે. આખરે રાજકોટમાં આંતક મચાવનાર અસામાજિક તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.

શું હતો સમગ્ર મામલો?

રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. રાજકોટના વિવિધ વિસ્તારમાં લુખ્ખા તત્વો તલવાર અને કુહાડી જેવા તિક્ષ્ણ હથિયાર લઇને આતંક મચાવતો વીડિયો વાયરલ થયો હતો.. આ પોલીસને પડકાર ફેંકતા તત્વો હથિયારો સાથે ખુલ્લા સાંઢની જેમ ફરી રહ્યા હતા. આખરે પોલીસે 3 પૈકી 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ઘટના સ્થળે આરોપીને લઇ જઇને  વરઘોડો કાઢ્યો હતો અને જાહેર જનતા પાસે માફી મંગાવીને કાયદાનું ભાન કરાવાયું હતું.

  • Follow us on: