દ્વારકા જગત મંદિર પ્રસાદ મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ડિયાએ દ્વારકા જગત મંદિરના પ્રસાદને હાઇજેનિક બાબતે ‘વેરી ગુડ’નું બિરુદ આપ્યું છે. પ્રસાદની ગુણવત્તા ચકાસવા સેમ્પલ લેવાયા હતા. જેમાં પરિક્ષણમાં પ્રસાદ ઉત્તમ ક્વોલિટીનો જાહેર કરાયો છે.


દ્વારકાધીશ જગત મંદિરમાં પ્રસાદનું અનેરૂ મહત્વ છે અને અહીં આવતા દરેક ભક્તો આ પ્રસાદ અચૂક લેતા હોય છે. તેમજ પોતાના ઘરે પણ લઈ જતા હોય છે ત્યારે ભગવાન દ્વારકાધીશના એવા આશીર્વાદ છે કે આ પ્રસાદ પણ ઘણા દિવસ બગડતો નથી. ત્યારે વર્તમાનમાં ચાલતા પ્રસાદી વિવાદ અને પ્રસાદની ક્વોલિટી મામલે અનેક ખુલાસાઓ પણ થઈ રહ્યા છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જગત મંદિરની પ્રસાદ ચકાસણી કરવામાં આવી હતી.

દ્વારકાધિશ જગત મંદિરમાંથી મળતો પ્રસાદની ગુણવતા ચકાસવા તંત્ર દ્વારા ફૂડ વિભાગમાં મોકયાયો હતો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દ્વારકાધિશ મંદિરના પ્રસાદને હાયજેનિક બાબતે વેરી ગુડનું બિરુદ અપાયું છે. ફૂડ વિભાગ દ્વારા આ પ્રસાદ ની ગુણવતા ને ઉતમ ક્વોલિટીનો જાહેર કરાયો છે.

મંદિરમા 100 રૂપિયાથી લઈ 21000 હજાર સુધીનો પ્રસાદ ભોગ ધરાવાય છે. મંદિર પ્રશાસન ઉચ્ચ ક્વોલિટીની ચીજ વસ્તુઓથી પ્રસાદ બનાવવા માટે વાપરે છે તેવી વિગતો દ્વારકાધીશ મંદિર સમિતિના વહીવટદારે માહિતી આપી હતી.

  • Follow us on: