ભરૂચના ઝઘડિયામાં બળાત્કારી વિજય પાસવાનના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયો છે. અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજની કોર્ટમાં આરોપીને રજૂ કરાતા પોલીસે વધુ 10 દિવસના રિમાન્ડ માગ્યા છે.
ભરૂચના ઝઘડિયામાં બાળકી સાથે દુષ્કર્મનો કેસમાં આરોપી વિજય પાસવાનને કોર્ટમાં રજૂ કરાયો છે. આરોપીના 5 દિવસના રિમાંડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે વધુ 10 દિવસના રિમાંડની માગ કરી છે. પોલીસે સમગ્ર મામલે જણાવ્યું હતું કે, આરોપી પાસેથી વિગતો મેળવવાની બાકી છે. ઇજા પહોંચાડવા વપરાયેલ સળીયો રિકવર કરવાનો બાકી છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, નરાધમ વિજયે એક મહિના અગાઉ પણ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. જે તે સમયે પરિવાર સમાજમાં બદનામીના ડરથી ચૂપ રહ્યો હતો. જેના કારણોસર આરોપીની હિંમત વધતા તેને બીજી વખત પણ બાળકી સાથે કુકર્મ કર્યું હતું. આ હવસખોરે સગીરાના ગુપ્તાંગમાં લોખંડનો સળીયો પણ નાખ્યો હતો.













