લોકોને એકના ડબલ કરવાની લાલચ આપીને 6 હજાર કરોડ રુપિયા સેરવી લઇ ભાગી જનારા સાબરકાંઠાના BZ ગ્રૃપના 6000 કરોડના કૌભાંડ મામલે ભૂપેન્દ્રસિંહ ઝાલાની  આગોતરા જામીન અરજી હાઇકોર્ટે ફગાવી છે. ભૂપેન્દ્ર ઝાલાની ગમે ત્યારે પોલીસ ધરપકડ કરી શકે છે.


ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે 6 હજાર કરોડના કૌભાંડનો કેસ ભૂપેન્દ્રસિંહ ઝાલાના આગોતરા જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. હવે BZ કૌભાંડમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે છટકી નહીં શકે કારણ કે, પોલીસ ભૂપેન્દ્ર ઝાલાની ગમે ત્યારે  ધરપકડ કરી શકે છે. પોન્ઝિ સ્કીમની CID ક્રાઇમ હજુ પણ તપાસનો ધમધમાટ યથાવત રાખ્યો છે. હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન બન્ને પક્ષો વચ્ચે દલીલો થઇ હતી. તપાસ એજન્સીને 360 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા છે. સિલેક્ટેડ લોકોના ખાતામાં જ પૈસા રિટર્ન થયા હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી 100 પીડિત સામે આવ્યા છે.

રેડ દરમિયાન એક જ બ્રાંચમાંથી 52 કરોડની રોકડ મળી છે. ગ્રોમોરમાં સરકારે વર્ષ 81 લાખની ગ્રાન્ટ ફાળવી છે. ગ્રાન્ટમાંથી 75 લાખ BZના એકાઉન્ટમાં ગયા, ગ્રોમોરે રીપેરીંગ કામ માટે 10 કરોડની લોન લીધી છે. 6.48 કરોડ BZના ખાતામાં ટ્રાન્સફર થયા છે. ભૂપેન્દ્ર ઝાલાના ડ્રાઇવરના ખાતામાં 90 લાખ ટ્રાન્સફર થયા છે. આંગડિયા અને કુરિયર થકી પણ અનેક વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે.

રોકાણકારોને આ રીતે લલચાવ્યા હતા

ઉલ્લેખનિય છે કે આ પોન્ઝી સ્કીમમાં રોકાણકારો પાંચ લાખનું રોકાણ કરે તો 32 ઇંચ નું ટીવી અથવા મોબાઈલ અને દસ લાખનું રોકાણ કરે તો માલદીવ બાલી અથવા ગોવાનો પ્રવાસ અથવા વિદેશ પ્રવાસની લાલચ આપી હતી . આ ઉપરાંત રોકાણ કર્યા બાદ મોંઘી ગાડીઓ પણ ગિફ્ટમાં આપવાની આરોપીઓએ જાહેરાત કરી હતી.

  • Follow us on: