ગીર સોમનાથના વેરાવળમાં ગેરકાયદે દબાણ કરનારા પર 6 જેસીબી, 22 ટ્રેક્ટરની મદદથી બુલડોઝરની કામગીરી તેજ કરવામાં આવી છે.  વેરાવળ નપાએ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. 45 પાકા મકાનો પર તંત્રનું બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. શાહીગરા કોલોનીમાં  3.5 કરોડની 3,584 સરકારી જગ્યા ખુલ્લી કરાઇ છે.


રાજ્યમાં ફરી એકવાર મોટાપાયે ગેરકાયદે બાંધકામો અને દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જેમા ખાસ કરીને રાજાશાહી સમયથી વિવાદમાં રહેલી જમીન પર કરવામાં આવેલા બાંધકામોને દૂર કરવામાં આવ્યા છે અને આ જગ્યા ખૂલ્લી કરવામાં આવી છે. રાજ્યમાં સોમનાથ, જૂનાગઢ સહિતના સ્થળોએ આવી વિવાદી જમીન પર કરાયેલા દબાણોને હટાવવામાં આવ્યા છે. તેવામાં  વેરાવળમાં પાલીકા તંત્રએ મેગા ડિમોલિશન હાથ ધર્યુ છે. ડિમોલિશનમાં 3.5 કરોડની બજાર કિંમતની 3584 ચો.મી. સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.

રેલ્વે સ્ટેશનની પાછળ શાહીગરા કોલોનીમાં સરકારી જગ્યા ખુલ્લી કરાવાઈ છે. 6 જેસીબી અને 22 ટ્રેક્ટરોની મદદથી મેગા ડિમોલિશન હાથ ધરાયુ છે. સરકારી જગ્યા ઉપર 45 પાકા મકાનો બની ગયેલા જેના ઉપર બુલડોઝર ફરી વળ્યુ છે. પાલીકાના મેગા ડીમોલેશનમાં પોલીસે બંદોબસ્ત ન ફાળવતા ચકચાર મચી જવા પામ્યો છે. ડિમોલેશનના આગલા દિવસે પોલીસે બંદોબસ્ત ફાળવવાની ના પાડી હોવાનો પાલીકાએ ખુલાસો કર્યો છે.


  • Follow us on: