ભરૂચના આમોદમાં માનવતાને શર્મશાર કરે તેવો એક કિસ્સો સામે આવ્યો હતો. 35 વર્ષના હવસખોરે એક 72 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હતુ. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો અને તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. ત્યારે વૃદ્ધા પર દુષ્કર્મ મામલે કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.


મળતી માહિતી મુજબ, આમોદમાં 72 વર્ષીય મહિલા ઉપર થયેલા દુષ્કર્મના આરોપીને જંબુસર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. આમોદ પોલીસે આરોપી શૈલેષ રાઠોડના 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે જંબુસર કોર્ટે આરોપી શૈલેષ રાઠોડ 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

જાણો શું હતો સમગ્ર મામલો?

ભરૂચના આમોદમાં એક 35 વર્ષના યુવકે 71 વર્ષની વૃદ્ધાને હવસનો શિકાર બનાવી છે. આમોદ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપી શૈલેષ રાઠોડે ખેતરની વાડીમાં વૃદ્ધા પર દુષ્કર્મ આચરી પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ અંગે ફરિયાદ નોંધતા ભરૂચ એલબીસી તથા એસોજીની ટીમ આરોપી શૈલેષ રાઠોડને પકડવા અલગ-અલગ ટીમો બનાવી આકાશ પાતળ એક કર્યા બાદ નરાધમને દબોચી લીધો હતો. આ આરોપીનું પોલીસે જાહેરમાં વરઘોડો કાંઢીને માફી મંગાવી હતી. આજે જંબુસર કોર્ટે આરોપી શૈલેષ રાઠોડ 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

બીજીવાર આ જ વૃદ્ધા પર નરાધમે દુષ્કર્મ આચર્યું 

ઉલ્લેખનીય છે આરોપી શૈલેષ રાઠોડે અગાઉ પણ દોઢ વર્ષ પહેલાં આ જ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે પોલેસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને યુવકની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આરોપી જામીન પર છૂટ્યો હતો, ત્યારે ફરી આરોપી શૈલેષ રાઠોડે આ જ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો ભારે રોષ અને ધિક્કાર વરસાવી રહ્યા છે.

  • Follow us on: