ડીગુચા કેસમાં વધુ એકવાર EDએ સપાટો બોલાવ્યો છે. ED માનવ તસ્કરી કેસમાં દરોડા પાડી વાંધાજનક દસ્તાવેજો સહિત રોકડ રકમ જપ્ત કરી હતી. ત્યારે ડિંગુચા કેસમાં EDને  મોટી સફળતા મળી છે. EDને માનવ તસ્કરી મુદ્દે મહત્વના પુરાવા હાથ લાગ્યા છે.


ડીંગુચા કેસની તપાસ મામલે EDને મળી મોટી સફળતા મળી છે.  મુંબઈ નાગપુર ગાંધીનગર અને વડોદરામાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. ગેરકાયદેસર યુએસ જવા ભારતીયો વિદ્યાર્થીઓને કેનેડાની કોલેજમાં એડમિશન કરાવાતું હતું. કેનેડા જઈને કોલેજમાં જવાને બદલે ગેરકાયદેસર રીતે યુએસ કેનેડા બોર્ડરથી અમેરિકા મોકલવામાં આવતા હતા. કેનેડાની કોલેજમાં ભરવામાં આવેલી ફી પણ વ્યક્તિને એકાઉન્ટમાં પરત મળી જતી હતી.

ડિંગુચા કેસમાં EDને મળી મોટી સફળતા

  • ગેરકાયદે યુએસ જવા કેનેડાની કોલેજમાં થતું એડમિશન
  • કેનેડા જઇને યુએસ બોર્ડરથી અમેરિકા મોકલાતા
  • મુંબઇ, નાગપુરની સંસ્થાઓ દ્વારા થતું એડમિશન
  • ફક્ત ગુજરાતમાં જ 1700 એજન્ટ કામ કરે છે
  • સમગ્ર ભારતમાં 3500 એજન્ટ કામ કરે છે
  • 112 કોલેજોનું એક સંસ્થા સાથે ટાઇઅપ
  • 150 કોલેજોનું બીજી સંસ્થા સાથે ટાઇઅપ

મુંબઈ અને નાગપુરની સંસ્થાઓ દ્વારા કેનેડાની કોલેજમાં એડમિશન કરાવી આપવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 25,000 જેટલા વિદ્યાર્થીઓ એક સંસાધકે અને બીજા 10,000 વિદ્યાર્થીઓ બીજી સંસ્થા તરીકે બહારના દેશોમાં દર વર્ષે એડમિશન મેળવે છે. ફક્ત ગુજરાતમાં જ 1700 જેટલા એજન્ટ તેમજ 3500 જેટલા ભારતભરમાં તેમાંથી 800 જેટલા એજન્ટ એક્ટિવ હોવાનું સામે આવ્યું છે. 112 જેટલી કોલેજોનું એક સંસ્થા સાથે તો બીજી 150 જેટલી કોલેજોનું બીજી સંસ્થા સાથે એગ્રીમેન્ટ ચાલતું હોવાનું પણ સામે આવ્યું છે.

  • Follow us on: