અંકલેશ્વરમાં ઔધોગિક વસાહતમાં આવેલ ગ્લિન્ડા કેમિકલમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગ બાજુમાં આવેલા એકમમાં પણ પ્રસરી હતી. અંકલેશ્વર ઔધોગિક વસાહતમાં અનેકવાર આગના બનાવો બને છે. ત્યારે ફરી એકવાર આગનો વધુ એક બનાવ સામે આવ્યો હતો.
અંકલેશ્વર GIDCમાં આવેલ ગ્લિન્ડા કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. પળવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. જેના કારણે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર DPMCના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતાં.













