તાપીના સોનગઢમાં મંત્રી કુંવરજી હળપતિએ ચૈતર વસાવા અને અનંત પટેલને લઈને ટિપ્પણી કરી હતી. કુંવરજી હળપતિના નિવેદન પર ચૈતર વસાવાની પ્રતીક્રીયા સામે આવી છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે તમારી કેન્દ્ર અન્ય રાજ્યમાં સરકાર છે. તમે જે આક્ષેપ કર્યા છે તે સાબિત કરી બતાવો.ખોટા ખોટા નિવેદનો કરી આદિવાસીઓ અને નિર્દોષ પ્રજાને ભરમાવશો નહીં.


આક્ષેપો સાબિત કરવા ફેંકયો પડકાર

ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે ગ્રાન્ટમાં ગેરરીતિ આચરીએ છીએ તેવો તમે આક્ષેપ કર્યો છે. તો તમારી પાસે ગ્રાન્ટમાં ગેરરીતીના પુરાવા હોય તો અમારી સામે કાયદાકીય કાર્યવાહી કરો. ધારાસભ્યએ પ્રતિઆક્ષેપ કરતા કહ્યું કે આદીવાસીઓ માટેની યોજનાઓમાં મળતીયાઓને કામ અપાય છે. કુંવરજીની પોતાની એજન્સી વિર એન્ટરપ્રાઇઝ ચલાવે છે. અને આ એજન્સી દ્વારા ખોટા બિલ પાસ કરાવાઇ રહ્યા છે. 10 ગણા એસ્ટીમેટના બિલો પાસ કરાવી લેવાય છે.

છેલ્લા 5 વર્ષની તપાસ કરાય તો મોટુ કૌભાંડ બહાર આવી શકે છે. સરકાર પાસેથી આદિવાસીઓ માટે જે ફંડ લેવામાં આવે છે તેને મળતિયાઓ જ ચાઉ કરી જાય છે. આદિવાસીઓ માટેની ગ્રાન્ટમાં પુરી રકમ વપરાતી નથી. 902 કરોડ઼ જેટલી ગ્રાન્ટ હજુ સુધી વપરાઈ નથઈ. સરકાર તરફથી મળતી પુરતી ગ્રાન્ટ ન ફાળવી તમે આદીવાસીઓ સાથે અન્યાય કરો છો.

 કુંવરજી હળપતિએ કર્યો હતો આક્ષેપ

નોંધનીય છે કે તાપીના સોનગઢમાં મંત્રી કુંવરજી હળપતિએ આરોપ લગાવ્યો હતો કે બે ધારાસભ્યો વિકાસના કામોમાં રૂકાવટ ઉભી કરે છે. વિપક્ષના બે ધારાસભ્યો ચૈતર વસાવા અને અનંત પટેલ પર હળપતિએ આ આરોપ લગાવ્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે બે ધારાસભ્યો વિકાસના કામોમાં ટકાવારી લે છે અને આ બન્ને ધારાસભ્યો આદિવાસીઓને ગુમરાહ કરે છે. ચૈતર વસાવા એક નંબરનો ચીટર વ્યક્તિ છે. તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી કટકી મારવાના પ્રયાસ કરે છે. અને અનંત પટેલ વાંસદામાં 10 ટકાની માંગણી કરે છે.

  • Follow us on: