રાજયમાં એપ્રિલ મહિનાના પ્રારંભ સાથેજ કુદરતનો મિજાજ બદલાયો હોય તેમ આકરા તાપે ભુજ સહીત કચ્છના લોકોને અગનવર્ષાનો અનુભવ કરાવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેની સીધી અસર લોકોના જન જીવન પર જોવા મળી રહી છે. કચ્છમાં આગામી દિવસોમાં અંગ દઝડાતી ગરમીને લઈને લોકોએ સ્વાસ્થ્ય મામલે ધ્યાન રાખવું પડશે.


કાતિલ હીટવેવની અસર 

કચ્છ જીલ્લામાં કાતિલ હીટવેવની અસર જોવા મળી રહી છે . કચ્છના પાટનગર ભુજ શહેરમાં પણ 40 થી 42 ડીગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે . ગરમીના પ્રકોપની સીધી અસર લોકોના જનજીવન પર પડી રહી છે . હાલમાં સમગ્ર ગુજરાતની સથોસાથ રણપ્રદેશ તરીકે ઓળખાતા કચ્છ જીલ્લામાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે .અસહ્ય ગરમીના પગલે જનજીવન પ્રભાવિત થયું છે. ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કચ્છ જીલ્લામાં એકાએક ગરમીનો પારો ઉચકાતા લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે . ભુજના માર્ગો બપોર પડતાની સાથેજ સૂમસામ જ્યારે બજારમાં કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળે છે . ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. સાથે જ લોકો બપોરના સમયે ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

ગરમીનો પ્રકોપ વધશે

રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી કરી છે. રાજ્યમાં સરેરાશ કરતા મહત્તમ તાપમાનમાં વધારો થતા હવામાન વિભાગે કચ્છમાં હીટવેવને આગાહી કરી છે.  કાળઝાળ ગરમીને લઈને આગાી 6 દિવસ સુધી રાજ્યમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલથી 9 એપ્રિલ સુધી અનેક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ઉતર ગુજરાતમાં પડશે આકરી ગરમી પડશે. બે દિવસ કચ્છમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 6 એપ્રિલે કચ્છ અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આગામી દિવસોમાં કચ્છમાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી રહેશે. 

  • Follow us on: