ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાને લોકો ભૂલ્યા નથી. ત્યાં તો ભરૂચના આમોદથી વધુ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. આ ઘટનામાં 35 વર્ષના યુવકે 71 વર્ષની વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાના અહેવાલો સામે આવતાં ચોતરફ લોકો ધિક્કારની લાગણી વરસાવી રહ્યા છે.


મળતી માહિતી અનુસાર ભરૂચના આમોદમાં એક 35 વર્ષના યુવકે 71 વર્ષની વૃદ્ધાને હવસનો શિકાર બનાવી છે. આમોદ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપી શૈલેષ રાઠોડે ખેતરની વાડીમાં વૃદ્ધા પર દુષ્કર્મ આચરી પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ અંગે ફરિયાદ નોંધતા ભરૂચ એલબીસી તથા એસોજીની ટીમ આરોપી શૈલેષ રાઠોડને પકડવા અલગ-અલગ ટીમો બનાવી આકાશ પાતળ એક કરી રહી છે. LCB, SOG સહિત પોલીસની ટીમોએ શોધખોળ આદરી છે. આમોદના ઇટોલામાં પોલીસે ડ્રોનથી આરોપીની તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ બાળકીનું મોત નિપજ્યું ત્યારે હવે આમોદના એક ગામમાં 72 વર્ષના વૃદ્ધા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય મહિલા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ 15 અને તારીખ 22મી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની જાણ આમોદ પોલીસને થતા પોલીસે નરાધમ સામે દુષ્કર્મ તેમજ ધાકધમકી આપવાનો ગુનો દાખલ કર્યો છે.આ મામલામાં નારાધમ આરોપીએ આજથી દોઢ વર્ષ પૂર્વે આજ વૃદ્ધા સાથે દુષ્કર્મ કર્યું હતું અને તે સમયે આમોદ પોલીસે તેની ધરપકડ કરી હતી.હાલ આરોપી થોડા દિવસ અગાઉ જ જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો ત્યારે ફરીવાર તેણે વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું છે. આમોદ પોલીસે વિવિધ ટીમ બનાવી ફરાર આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા .ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પણ આ તપાસમાં જોડાય હતી. આરોપીને ઝડપવા માટે ડ્રોન કેમેરા ની મદદ લેવામાં આવી હતી અંદાજીત 80 જેટલાં કર્મચારીઓએ, આજુબાજુ ના ગામડાઓની સીમા ને ખૂડી નાખી હતી. કરવાડા ગામે થી આરોપી ને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ડબોચી લીધો છે.

એક વર્ષ અગાઉ આ જ આરોપીએ દુષ્કર્મ કર્યુ

મહત્વપૂર્ણ છે કે આ જ વૃધ્ધા ઉપર એક વર્ષ અગાઉ આ જ આરોપીએ દુષ્કર્મ કર્યુ હતું. જે જેલમાંથી જામીન ઉપર છૂટીને આવ્યા બાદ ફરીથી આ જ વૃધ્ધા ઉપર ફરીથી દુષ્કર્મ કરતા તેની હેવાનિયત સામે લોકોમાં ફિટકારની લાગણી જોવા મળી હતી.આમોદ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાતા આમોદ પોલીસે વિવિધ પોલીસ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરતા એસ.પી.સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો દોડી ગયો હતો. આ ધૃણાસ્પદ બનાવની તપાસ આમોદ પોલીસ ઇન્સ્પેકટર આર.બી.કરમટીયા ચલાવી રહ્યા છે.



  • Follow us on: