ભાવનગરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરમાં ચિત્રા ગુરુકુલ સ્કૂલની પાછળ રહેતા પરિવારના 3 વર્ષીય બાળકી રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જતા બાળકીનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાની જણ થતા બાળકીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો
મળતી માહિતી મુજબ, ચિત્રા ગુરુકુલ સ્કૂલ ની પાછળ ત્રણ માળિયામાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશ ના પરિવાર ની બાળકી રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા મોત નીપજ્યું છે. 3 વર્ષ ની બાળકી રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા બાળકીના મોતથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 20 વર્ષથી પરિવાર ભાવનગર ખાતે રોજગારી સબબ કામ માટે વસવાટ કરતો હતો.સમગ્ર ઘટનાને લઇ બાળકના પરિવારજનોમાં ભારે શોક છવાયો છે. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.













