ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગને પ્રોત્સાહનનો આપવા રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચતર પ્રયાસ હાથ ધરાયા છે. ગુજરાત સેમીકન્ડક્ટર ક્ષેત્રે ભારતનું હબ બને માટે છેલ્લા ઘણા સમયથી વિવિધ ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ ઇવેન્ટમાં વિશ્વના દેશો ભાગ લે છે. માર્ચ મહિનામાં ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-2025નું આયોજન કરાયું છે. માર્ચમાં તારીખ 5 થી 7 દરમિયાન આ વિશેષ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમની રૂપરેખા આ મુજબ છે.
વૈશ્વિક રોકાણોને આકર્ષિત કરવા: રાજ્યમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં રોકાણ લાવવા, ગુજરાતને રોકાણ માટે એક આકર્ષક સ્થળ તરીકે રજૂ કરવું.
લોકલ ટુ ગ્લોબલ: વૈશ્વિક વેલ્યુ ચેન સાથે સંકલિત કરીને સ્થાનિક ઉદ્યોગોની ક્ષમતા વિકસાવવી."સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક વેલ્યુ ચેનમાં સંકલિત કરવાથી તેમની ક્ષમતાઓ અને બજાર પહોંચને વિસ્તારી શકાય છે, જેનાથી આર્થિક વૃદ્ધિ અને નવીનતાને પ્રોત્સાહન મળશે.
કૌશલ્ય વિકાસ: જેમા માઈક્રોઈલેક્ટ્રોનિક્સ, મટીરીયલ સાયન્સ અને સર્કિટ ડિઝાઈનની વિશેષ તાલીમનો સમાવેશ થાય છે, જે વ્યાવસાયિકોને આ ઉચ્ચ-તકનીકી અને ઝડપથી વિકસતા ક્ષેત્રમાં આગળ વધવા માટે જરૂરી કૌશલ્યથી સજ્જ કરશે.
ઇકોસિસ્ટમ વિકાસ: ગુજરાતમાં એક મજબૂત સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસાવવી, જે રાજ્યની નવીનતા અને ઉત્પાદન ક્ષમતાને વધારી શકે.
આ ઇવેન્ટમાં ત્રણ મુખ્ય અને સમકાલીન ટ્રૅક હશે
લોકલ થી ગ્લોબલ વેલ્યુ ચેનનું નિર્માણ
- -06-દેશ સ્પેસિફિક રાઉન્ડ ટેબલ
- -ફોરવર્ડ અને બેકવર્ડ લિંકેજ પર 02 સત્રો
- -સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ
IESA વિઝન સમિટ
- -વિકાસિત ભારત માટે દ્રષ્ટિ નિર્ધારણનીતિગત માળખું
- -પ્રોડક્ટ નિર્માણ
- -મટીરિયલ, ઇક્વિપમેન્ટ અને સપ્લાય ચેન
ISPEC-2
- -સંશોધન અને વિકાસ
- -નવીનતા
- -ક્ષમતા નિર્માણ અને કૌશલ્ય વિકાસ
ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) : ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રોનિક્સ મિશન એ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળનું એક વ્યૂહાત્મક મિશન છે જેનો હેતુ રાજ્યમાં ઈલેક્ટ્રોનિક્સ/સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસને વેગ આપવાનો છે. તે રોકાણોને આકર્ષવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને મજબૂત ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમ વિકસાવવા માટે કામ કરે છે, જે ESDM ક્ષેત્રમાં અગ્રણી બનવાના ગુજરાતના વિઝનમાં યોગદાન આપે છે.
સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ અને મટિરિયલ્સ ઇન્ટરનેશનલ (SEMI): સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ એન્ડ મટિરિયલ્સ ઇન્ટરનેશનલ (SEMI) એ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સપ્લાય ચેઇનને સેવા આપતું વૈશ્વિક ઉદ્યોગ સંગઠન છે, જે સેમિકન્ડક્ટર અને સંબંધિત ઉદ્યોગો માટે ધોરણો, હિમાયત અને બજાર સંશોધન પ્રદાન કરે છે. તે સેમિકન્ડક્ટર અને સંબંધિત ઉદ્યોગોના વિકાસને ટેકો આપવા માટે સરકારની નીતિઓ અને ઉદ્યોગની જરૂરિયાતો વચ્ચેનું અંતર ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. SEMI વૈશ્વિક ધોરણો સ્થાપિત કરીને, બજારની સમજણ પ્રદાન કરીને, તેમજ શિક્ષણ અને સપ્લાય ચેઇનની સ્થિરતાને પ્રોત્સાહન આપીને આ મહત્વપૂર્ણ ઉદ્યોગમાં નવીનતા અને ટકાઉ વિકાસને આગળ વધારે છે.
સરકાર સાથે સંકલન: SEMI ઇન્ટરનેશનલ, ભારત સરકાર સાથે સક્રિય સહકાર કરે છે અને 'Semicon India' નું આયોજન કરે છે, જે ઉદ્યોગ વિકાસને રાષ્ટ્રીય નીતિઓ સાથે સંકલિત કરવામાં અને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વૃદ્ધિ પ્રોત્સાહિત કરવામાં સહય કરે છે.
ધોરણો અને સંશોધન: SEMI વૈશ્વિક ઉદ્યોગ ધોરણો સ્થાપિત કરે છે અને મહત્વપૂર્ણ બજાર સંશોધન પ્રદાન કરે છે, જે સ્ટેકહોલ્ડરને સેમિકન્ડક્ટર ઇંડસ્ટ્રીમાં ચાલી રહેલ ટ્રેંડ અને ભાવિપ્રોજેક્શન જણાવીને માર્ગદર્શન આપે છે.
શિક્ષણ અને ઇવેન્ટ્સ: શૈક્ષણિક પહેલ અને ઉદ્યોગિક ઈવેન્ટ્સ દ્વારા, SEMI માનવબળને મજબૂત બનાવે છે અને નેટવર્કિંગ તેમજ ઇનોવેશન શેરિંગ સુગમ બનાવે છે.
સપ્લાય ચેઇન સ્થિરતા: SEMI, સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનની સ્થિરતા વધારવા પર ધ્યાન આપે છે, જેથી વૈશ્વિક માંગને અસરકારક અને ટકાઉ રીતે વિકસાવી શકાય.
ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન (IESA): IESA એ ભારતીય ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ (ESDM) ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી અગ્રણી વેપાર સંસ્થા છે. તે નીતિના વિકાસની હિમાયત કરવામાં અને ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
ઇન્ડિયન ડિઝાઇન, સેમિકન્ડક્ટર, પેકેજિંગ અને સિસ્ટમ (IDSPS): IDSPS (ઇન્ડિયન ડિઝાઇન, સેમિકન્ડક્ટર, પેકેજિંગ અને સિસ્ટમ) એ એક સંસ્થા છે જે ભારતમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન, પેકેજિંગ અને સિસ્ટમ ઇન્ટિગ્રેશન ઉદ્યોગને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. તે શૈક્ષણિક સંશોધન અને ઉદ્યોગીક એપ્લિકેશન વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે કાર્ય કરે છે, જે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં નવીનતા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપે છે. પ્રોફ. રાવ આર. તુમ્માલા, જે ISM ઇન્ડિયાના પ્રતિષ્ઠિત સલાહકાર છે, IDSPS સાથે નજીકથી સંકળાયેલા છે. તેઓ જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી, એટલાંટા, જ્યોર્જિયા, USA ખાતે 3D ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ પેકેજિંગ રીસર્ચ સેન્ટર (PRC)ના સ્થાપક નિદેશક અને એમેરિટસ પ્રોફેસર છે. તેમજ તેઓ IBM ફેલો અને IBM એડવાન્સ્ડ પેકેજિંગ લેબના ડિરેક્ટર તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે. પ્રોફ. તુમ્માલાનું IDSPS સાથેનું જોડાણ ભારતના સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસ માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેઓ શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સમન્વયની મહત્વતા ઉપર ભાર મૂકી, ક્ષેત્રના વિકાસ અને નવીનતાને પ્રોત્સાહન આપે છે.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં કોન્ફરન્સનું ઉદ્ઘાટન
5મી માર્ચે પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરાશે.આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી, કેન્દ્રીયમંત્રી, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) ઉદ્ઘાટન સત્રનું ગૌરવમાન કરશે. ઉદ્ઘાટન સત્ર દરમિયાન, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગના પ્રખ્યાત નેતાઓ મુખ્ય ભાષણ આપશે. SEMIના CEO અને પ્રમુખ અજીત મનોચા, NXP Semiconductorsના ગ્લોબલ CTO લાર્સ રેગર અને Japan External Trade Organization (JETRO)ના ચેરમેન અને CEO ઇશિગુરો નોરિહિકો વિશેષ સંબોધન કરશે.
Infineon Technologies Asia Pacific ના પ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર સીએસ ચુઆ અને જબિલના EVP, ગ્લોબલ બિઝનેસ યુનિટ, મેટ ક્રાઉલે, ગુજરાતમાં તેમના નવા મહત્વપૂર્ણ રોકાણોની જાહેરાત તેમના મુખ્ય ભાષણ દરમિયાન કરશે. દક્ષિણ કોરિયાના ભારત માટેના રાજદૂત એચ.ઇ. લી સિયંગ-હો, ભારત-દક્ષિણ કોરિયા વચ્ચેની મજબૂત ભાગીદારી અને ગુજરાતના વિકસતા સેમિકન્ડક્ટર ઉત્પાદન ઇકોસિસ્ટમને આગળ ધપાવવા માટેની પહેલ પર વિશેષ સંબોધન આપશે. એચ.ઇ. મરીસા ગેરાર્ડ્સ, માનનીય રાજદૂત, ભારત સ્થિત નેધરલેન્ડના દૂતાવાસ દ્વારા વિશેષ સંબોધન કરવામાં આવશે, જેમાં મજબૂત નેધરલેન્ડ-ભારત સંબંધો અને ઇન્ડો-ડચ ટેકનોલોજીકલ સહકાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
એન્કર ઈન્વેસ્ટર્સના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ્સ, રાજ્ય અને કેન્દ્રીય સરકાર તરફથી મળતા સમર્થન વિશે વાત કરશે અને નવી પહેલોની જાહેરાત કરશે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ ના CEO અને MD ડૉ. રંધીર ઠાકુર/ ટાટા સન્સના ચેરમેન, માઇક્રોનના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ સહિત, Kaynes Technology ના મેનેજિંગ ડિરેક્ટર રમેશ કન્નન, અને CG Semi ના ચેરમેન ગિરીશચંદ્ર ચતુર્વેદિ આ વિષયો પર ઉદ્બોધન કરશે. વધુમાં, ઉદઘાટન સત્રમાં ધોલેરામાં નવા સામાજિક માળખાના વિકાસ માટેની યોજનાઓનું અનાવરણ અને GIDC સાણંદમાં સ્માર્ટ ઔદ્યોગિક વસાહત માટેની પહેલો દર્શાવવામાં આવશે. ઈવેન્ટમાં સ્થાનિક સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રીઝમાંથી પ્રોડક્ટ લોન્ચ પણ સામેલ હશે.
ઉદ્ઘાટન સત્ર દરમિયાન પ્રસ્તાવિત જાહેરાતો અને સમજૂતી પત્રો (MoUs):
1. સિલિકોન ફોટોનિક્સ સુવિધા માટે જબીલ સાથેનો એમઓયુ: આ એમઓયુ અત્યાધુનિક ઓપ્ટિકલ ટેકનોલોજી, ગુજરાતમાં ઉત્પાદન શરૂ કરવા માટે મહત્વ ધરાવે છે, જે હાઇ-સ્પીડ ડેટા કમ્યુનિકેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત માટે એક સીમાચિહ્નરૂપ છે.
2. TEPL દ્વારા મહત્વપૂર્ણ જાહેરાતો
3. કેન્સ ટેક્નોલોજીના નવા પ્લાન્ટ માટે ગ્રાઉન્ડબ્રેકિંગ સમારંભ: કેન્સ ટેક્નોલોજી સાણંદમાં એક નવી OSAT (આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર અસેમ્બલી અને ટેસ્ટ) સુવિધા સ્થાપિત કરી રહ્યું છે, જે ગુજરાતના વધતા જતા સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં વ્યૂહાત્મક વિસ્તરણનું ચિહ્ન છે અને નવીનતા હબ તરીકે પ્રદેશની પ્રતિષ્ઠાને મજબૂત બનાવશે.
4. TSMTનો નવો મેન્યુફેક્ચરિંગ યુનિટ માટેનો એમઓયુ: ગુજરાતમાં TSMT દ્વારા આયોજિત ઉત્પાદન એકમ રાજ્યની સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષમતાઓને વેગ આપવા, રોજગારીનું સર્જન કરવા અને સ્થાનિક ઉત્પાદન લેન્ડસ્કેપને વધારવા માટે તૈયાર કરશે.
5. માઇક્રોનનો EHS પહેલ એમઓયુ: આ એમઓયુ દ્વારા પર્યાવરણીય, આરોગ્ય અને સલામતી ધોરણો પ્રત્યે માઇક્રોનની પ્રતિબદ્ધતા, વૈશ્વિક CSR બેન્ચમાર્ક સાથે સંરેખિત, ગુજરાતમાં કંપનીના જવાબદાર કામગીરીને રેખાંકિત કરે છે.
6. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને IIT ગાંધીનગર વચ્ચેનો એમઓયુ: આ એમઓયુ ગુજરાતમાં શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સેતુ બાંધશે, જે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં નવીનતા અને કૌશલ્ય વિકાસનું વાતાવરણ ઉભું કરશે.
7. ધોલેરાની સામાજિક માળખાગત સુવિધાઓની જાહેરાત: ધોલેરામાં નવા સામાજિક માળખાગત સુવિધાઓના પ્રોજેક્ટ્સની જાહેરાત જીવનની ગુણવત્તા સુધારવા અને ટકાઉ ઔદ્યોગિક વિકાસને ટેકો આપવા માટે ગુજરાતના સમર્પણને પ્રતિબિંબિત કરે છે.
8. ગુજરાત સેમીકનેક્ટ કોન્ફરન્સ-2024 રિપોર્ટનું વિમોચન: આ વ્યાપક અહેવાલનું વિમોચન ગુજરાતની સિદ્ધિઓમાં આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે અને રાજ્યના વધતા જતા સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે ભવિષ્યલક્ષી વ્યૂહરચના દર્શાવે છે.
9. IESA દ્વારા "Semiconductor Manufacturing Supply Chain" પર અહેવાલ પ્રકાશન: IESA, "Semiconductor Manufacturing Supply Chain" પર એક વ્યાપક અહેવાલ પ્રકાશિત કરશે, જે સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમ અને વૃદ્ધિની તકો વિશે મુખ્ય અભિપ્રાયો પ્રદાન કરશે.
10. વિઝન ટુ રિયાલિટી - મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ લોન્ચ: IESA દ્વારા સંકલિત "વિઝન ટુ રિયાલિટી - મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ લોન્ચ" કરવામાં આવશે, જે પાયાનાં શોધ અને સ્વદેશી પ્રગતિને દર્શાવશે.
આ કાર્યક્રમ દરમિયાન અન્ય મહત્વપૂર્ણ જાહેરાતો અને એમઓયુ કરવામાં આવશે.
છ - દેશ સ્પેસિફિક રાઉન્ડ ટેબલ :
ઈન્ડિયા-જાપાન રાઉન્ડટેબલ: આ સત્ર દરમિયાન JETRO Japan, 50 થી વધુ વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓની યજમાની કરશે. આ બેઠક ટેક્નોલોજી ક્ષેત્રમાં નવીનતા અને ભારત-જાપાન વેપાર સંબંધોને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ચર્ચા માટે એક પ્લેટફોર્મ પૂરૂં પાડશે.
આ સત્રના મુખ્ય પ્રતિનિધિઓ:
- Norihiko Ishiguro, Chairman & CEO, (Japan External Trade Organization) Jetro
- Kazuya Nakajo, EVP, Jetro
- Haruyuki Yada, DG, Jetro
- Abhay Kochhar of Optorun Co. Ltd
- Higaki Yoshihide of Screen Holdings Co. Ltd
- Koshi Taguchi, CEO, Sakigake Semiconductor Co Ltd
ઈન્ડિયા-તાઇવાન રાઉન્ડટેબલ: આ સત્રમાં ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર્સ અને એન્જિનિયરિંગ સહિત 16 થી વધુ તાઇવાન સ્થિત સંગઠનો એકત્રીત થશે. આ સત્રમાં તાઇવાન અને ભારત વચ્ચેના સહયોગી પ્રયાસો પર પણ પ્રકાશ પાડવામાં આવશે જેમાં નીચેના નોંધપાત્ર સહભાગીઓનો પણ સમાવેશ થશે:
- Hakiem Hsu, Chairman, 3D Family Technologies Co. Ltd
- Prasanna Kokad, Director, Delta Electronics
- CHEN Yu-Chi, ED, TECC
ઈન્ડિયા-કોરિઆ રાઉન્ડટેબલ: આ સત્ર કોરિયન રાજદૂત H.E. Mr. Lee Seong-hoની ઉપસ્થિતિમાં યોજાશે, જેમાં 12 થી વધુ કોરિયન કંપનીઓના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ બેઠક સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ માટે ટેકનોલોજી ટ્રાન્સફર અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે. આ બેઠકમાં નીચે જણાવ્યા મુજબના પ્રતિનિધિઓ, પ્લાઝ્મા ક્લિનિંગ ટેકનોલોજી, ઓપ્ટિકલ ફાઇબર ઉત્પાદન, લેસર ટેકનોલોજી અને પ્રીસીશન મેન્યુફેક્ચરિંગ વગેરે જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે:
- ChangSuk Oh, Head Researcher, Vision Semi Co., ltd
- ihyun Lee, Sr. Leadership, STI Co., ltd.
ઈન્ડિયા-સિંગાપુર રાઉન્ડટેબલ: Enterprise Singaporeના સહયોગથી યોજવામાં આવતા આ સત્રમાં, 15 થી વધુ સિંગાપોર આધારિત કંપનીઓ ભાગ લેશે. તાન સૂન કિમ, Deputy Managing Director (Markets), Enterprise Singapore (EnterpriseSG), આ બેઠકમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ સત્ર ભારત અને સિંગાપોર વચ્ચે આર્થિક અને વેપાર સંબંધોને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ભાગીદારી અને વ્યવસાયિક તકો પર વ્યૂહાત્મક સંવાદ માટે એક મંચ તરીકે કામ કરશે. વિવિધ ક્ષેત્રોના નેતાઓ સહયોગી સાહસો અને ઇનોવેશન માટે એકસાથે આવશે.
ઈન્ડિયા-નેધરલેન્ડ રાઉન્ડટેબલ: ઈન્ડિયા-નેધરલેન્ડ રાઉન્ડટેબલમાં ડચ સંસ્થાઓના 12 પ્રખ્યાત પ્રતિનિધિઓ સામેલ થશે. સત્રમાં અલ્ટ્રા-લો પાવર સેન્સર ઈન્ટેલિજન્સથી લઈ ઈજનેરી અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ સેવાઓ સુધીના વિવિધ વિષયો આવરી લેવામાં આવશે. દઝનથી વધુ પ્રતિભાગીઓ ઇન્ડો-ડચ સહકાર અને નવીનતાને વધારવાનો પ્રયાસ કરશે.જેમાં નીચે મુજબના પ્રતિનિધિઓ પણ સામેલ હશે:
- H.E. Marisa Gerards, Hon’ble Ambassador to India, Embassy of the Netherland in India
- Uma Manhesh Saraswatula, MD, India, Innatera Nanosystems B.V.
ઈન્ડિયા-અમેરિકા રાઉન્ડટેબલ: યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF) અને યુએસ-ઇન્ડિયા બિઝનેસ ફોરમ (USIBF) દ્વારા સંચાલિત ભારત-યુએસ રાઉન્ડટેબલ વિવિધ ક્ષેત્રોના નેતાઓને એકત્ર કરશે, જેથી દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત બનાવી શકાય. મુખ્ય ઉદ્યોગ પ્રતિનિધિઓની હાજરી સાથે, આ સત્રનો ઉદ્દેશ નવીનતા, વેપાર અને રોકાણ તકો પર ધ્યાન કેન્દ્રિત કરીને, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેની વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારીને ગાઢ બનાવવાનો છે. આ સહયોગી પ્રયાસ બંને દેશોની મજબૂત અને દીર્ઘકાળીન ગઠબંધન પ્રત્યેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.
ISPEC -2 Track માં મુખ્ય ભાગ લેનાર સંસ્થાઓ
1. ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (IIT)- ગાંધીનગર
2. ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (IIT)- દિલ્હી
3. ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (IIT)- બોમ્બે
4. ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (IIT)- ભુવનેશ્વર
5 .ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (IIT)- હૈદરાબાદ
6. ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (IIT)- ખરગપુર
7. ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (IIT)- તિરુપતિ
8. ભારતીય વિજ્ઞાન સંસ્થા (IISc)- બેંગલુરુ
9. રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થા – કાલિકટ
ત્રણ દિવસીય કોન્ફરન્સના એજન્ડા નીચે મુજબ છે:
પહેલો દિવસ (5 માર્ચ 2025):
સંમેલનની શરૂઆત ઉદ્ઘાટન સત્રથી થશે, જેમાં સરકાર અને ઉદ્યોગના પ્રખ્યાત નેતાઓ ભાગ લેશે, જે ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ક્રાંતિ અને રાષ્ટ્રીય વિકાસમાં ગુજરાતની કેન્દ્રસ્થાન ભૂમિકા અંગે તેમનું વિઝન દર્શાવશે. આ સત્રમાં ગ્રાઉંડબ્રેકિંગ સમારંભ, મહત્વપૂર્ણ જાહેરાતો, સમજૂતી કરારો (MoUs)ની આપ-લે અને ઉત્પાદન લોન્ચ પણ શામેલ હશે. ઉદ્ઘાટન સત્રમાં ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ, સરકાર અને પત્રકારિતા ક્ષેત્રમાંથી 2,500 થી વધુ પ્રતિનિધિઓની હાજરીની અપેક્ષા છે.
ઉદ્ઘાટન સત્ર બાદ, પ્રદર્શની ઉદ્ઘાટન વિધિ યોજાશે, જેમાં સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમના વિવિધ ક્ષેત્રોમાંથી 250 વૈશ્વિક પ્રદર્શકો હાજર રહેશે. મહત્વપૂર્ણ ભાગીદારોમાં TEPL, Micron, AMAT, Infineon, Siemens, Kaynes, Lam Research, SanDisk, TEL, KLA, NXP, Disco, Synopsys, અને MediaTekનો સમાવેશ થાય છે.
વિઝન સમિટના બીજા અર્ધભાગમાં ઉદ્યોગીકનેતાઓના મુખ્ય પ્રવચનો સાથે મહત્વપૂર્ણ વિષયો પર પેનલ ડીસ્કશન યોજાશે:
નીતિ અને સરકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર: "રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિઓ અને માળખાગત સુવિધાઓ વિકસાવવામાં સરકારની ભૂમિકા" વિષય પર ચર્ચા.
માનવબળ/પ્રતિભા: "પ્રતિભા, કૌશલ્ય અને ક્ષમતાના નિર્માણ – સ્થાનિક એકમો અને અન્ય માટે પૂરતુ માનવબળ કેવી રીતે સુનિશ્ચિત કરવું?"
સંમેલન દરમિયાન વૈશ્વિક સહકાર પર સત્રો પણ યોજાશે, જેમાં ભારત-તાઇવાન રાઉન્ડટેબલ અને ભારત-નેધરલેન્ડ રાઉન્ડટેબલ શામેલ હશે. આ સત્રોમાં નીતિ નિર્માતા અને ઉદ્યોગ નિષ્ણાતો સાથે રોકાણ, ટેક્નોલોજી ટ્રાન્સફર, R&D, અને સપ્લાય ચેઇન ઈન્ટિગ્રેશનના અવસરો અંગે ચર્ચા કરશે, જે ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમમાં મજબૂત બનાવશે.
ISPEC-2 ટ્રેકમાં ઉદ્યોગ સંશોધકો દ્વારા પ્રસ્તુતિઓ યોજાશે.
બીજો દિવસ (6 માર્ચ 2025):
વિઝન સમિટનો બીજો દિવસ ભારતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત કરવા પર કેન્દ્રિત મુખ્ય વક્તવ્ય સત્રોથી શરૂ થશે. આ દિવશે પ્રોડક્ટ (ફેબલેસ સહિત) ઇકોસિસ્ટમ બનાવવા પર સમર્પિત સત્રો હશે, જેમાં ઉદ્યોગના અગ્રણીઓ દ્વારા મુખ્ય વક્તવ્યો અને પેનલ ડીસ્કશનનો સમાવેશ થશે:
મુખ્ય વક્તવ્યો અને પેનલ ડીસ્કશન: ડિઝાઇન ઇકોસિસ્ટમ અને ઉત્પાદન નિર્માણ: નેતૃત્વ તરફ ભારતનો માર્ગ: ESDM માં ઉત્પાદન નિર્માણ દ્વારા મૂલ્યવૃદ્ધિને વેગ આપવો.
મુખ્ય વક્તવ્યો: ડાઉનસ્ટ્રીમ એપ્લિકેશન્સ: મેડટેક, ડીપટેક, સ્પેસટેક અને EV. નેતૃત્વ તરફ ભારતનો માર્ગ: ESDM માં ઉત્પાદન નિર્માણ દ્વારા મૂલ્યવૃદ્ધિને વેગ આપવો.
પેનલ ડીસ્કશન: ભારતમાં ફેબલેસ સ્ટાર્ટઅપ્સને વેગ આપવો.
સમાંતર સત્રો ભારતની વૈશ્વિક સેમિકન્ડક્ટર ભાગીદારીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં સમર્પિત ભારત-જાપાન રાઉન્ડટેબલ, ભારત-કોરિયા રાઉન્ડટેબલ અને ભારત-સિંગાપોર રાઉન્ડટેબલનો સમાવેશ થશે. આ સત્રો રોકાણ, સંયુક્ત સાહસો, અને R&D સહયોગ માટેના માર્ગો શોધવા માટે ઉદ્યોગના અગ્રણીઓ, નીતિ નિર્માતાઓ અને વેપાર પ્રતિનિધિઓને એકસાથે લાવશે, જેનો હેતુ સેમિકન્ડક્ટર વેલ્યુ ચેનમાં વિશ્વસનીય વૈશ્વિક ભાગીદાર તરીકે ભારતની સ્થિતિને મજબૂત કરવાનો છે.
આ સત્ર દરમિયાન સેમિકન્ડક્ટર ક્ષેત્રના અગ્રણીઓ ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) / સામગ્રી / સાધનો પર વિચાર રજુ કરશે, ત્યારબાદ પેનલ ડીસ્કશન થશે:
મુખ્ય વક્તવ્યો: High-precision Fab બાંધકામ અને ક્લીનરૂમ્સ, સાધનોના સ્થાનિકીકરણ પર ચર્ચા.
પેનલ ડીસ્કશન: મજબૂત સ્થાનિક ઉત્પાદન ઇકો-સિસ્ટમ માટેના પડકારો અને સહયોગની જરૂરિયાતો.
IESA દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત "ટેક્નોવેશન એવોર્ડ્સ" સમારોહ દ્વારા સમિટ ઔપચારિક રીતે સમાપ્ત થશે, જેમાં સેમિકન્ડક્ટર ટેકનોલોજી અને સંશોધનમાં ગ્રાઉન્ડબ્રેકિંગ ઇનોવેશન, ઉત્કૃષ્ટ યોગદાન કરનાર એકમોને સમ્માનિત કરવામાં આવશે.
ત્રીજો દિવસ (7 માર્ચ 2025):
સરકાર-માર્ગદર્શિત ધોલેરા અને સાણંદની ઔદ્યોગિક સ્થળ મુલાકાતો: સીઈઓ અને સીએક્સઓ સહિતના સહભાગીઓને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ધોલેરા અને સાણંદના ઔદ્યોગિક પ્રદેશોની સ્થળ મુલાકાતમાં ભાગ લેવાની અનોખી તક મળશે. આ મુલાકાતોનો હેતુ સમૃદ્ધ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ્સનો વ્યાપક દૃષ્ટિકોણ પ્રદાન કરવાનો, નવીનતમ માળખાકીય વિકાસ, હાલની સુવિધાઓ અને ધોલેરા અને સાણંદ બન્નેમાં ચાલી રહેલા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને દર્શાવવાનો છે, સાથે જ સંભવિત રોકાણની તકો પર ભાર મૂકવાનો છે. આ વિઝિટમાં ઉપસ્થિત ઉદ્યોગ પ્રતિનિધિઓ, ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસ માટે સહાયક વાતાવરણ બનાવવા માટે રાજ્યના સમર્પણનો પ્રથમ અનુભવ મેળવશે.
ESDM ટ્રેન્ડ્સ અને તકો પર વિશેષ વિદ્યાર્થી સત્ર: સવારે 9.30 થી 11:૦૦ વાગ્યા સુધી, વિદ્યાર્થીઓને એક વિશેષ સત્ર દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ (ESDM) ક્ષેત્રમાં ઊંડાણપૂર્વક જાણવાની તક મળશે, જે ભારતના ESDM ટ્રેન્ડ્સ અને માર્ગદર્શનની ઝાંખી આપે છે. ભાવિ ઇજનેરો અને ઉદ્યોગસાહસિકોને માહિતી આપવા અને પ્રેરણા આપવાના હેતુથી, આ વિભાગ નવીનતમ ઉદ્યોગ પ્રગતિઓ અને કારકિર્દીની તકોને આવરી લેશે, જે નવીનતાની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂકે છે. આ પછી, સવારે 11.00 થી બપોરે 1.00 વાગ્યા સુધી, 'સેન્ડ ટુ સિલિકોન ટુ સિસ્ટમ્સ' શીર્ષક ધરાવતા પ્રદર્શનની મુલાકાત લઈ શકે છે, જે પ્રારંભિક કાચા માલથી લઈને આધુનિક ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગને વ્યાખ્યાયિત કરતી અત્યાધુનિક સિસ્ટમ્સ સુધીની, ESDM ઇકોસિસ્ટમની વ્યાપક યાત્રા દર્શાવે છે.
પ્રદર્શની (5 - 7 માર્ચ 2025):
5મી થી 7મી માર્ચ 2025 દરમિયાન ઇવેન્ટમાં ભાગ લેનાર પ્રતિનિધિઓ TEPL, માઇક્રોન, AMAT, ઇન્ફિનિઓન, સિમેન્સ, કેન્સ, લેમ રિસર્ચ, સેનડિસ્ક, KLA, NXP, ડિસ્કો, સિનોપ્સિસ, મીડિયાટેક, એડવાન્ટેસ્ટ, આઇનોક્સ એર, પોલિમેટેક, RRP, ટેરાડાઇન, ટેસોલ્વ અને વિશ્વભરની અન્ય ઘણી પ્રતિષ્ઠિત ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર કંપનીઓ જેવા ઉદ્યોગના અગ્રણીઓના પ્રદર્શન નિહાળી શકશે. આ ઇવેન્ટ, સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનનો પેનોરેમિક દૃષ્ટિકોણ પ્રદાન કરશે, જે મૂળભૂત સિલિકોન રેતીથી લઈને સેમિકન્ડક્ટર ટેક્નોલોજીમાં મોખરે રહેલી જટિલ સિસ્ટમ્સ સુધીની યાત્રાને પ્રકાશિત કરશે. તે મુલાકાતીઓને વિસ્તૃત પ્રક્રિયાઓ અને સફળ ઉત્પાદનોમાં ઊંડાણપૂર્વક જાણવાની એક અનોખી તક રજૂ કરશે, જે સેમિકન્ડક્ટર ઉદ્યોગના માળખાકીય સુવિધાઓનો પાયો છે.













