છેલ્લા લાંબા સમયથી ભાવનગર શહેરમાં મહાપાલિકા દ્વારા ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે રબ્બર ફેક્ટરી વિસ્તારમાંથી દબાણો હટાવાયા છે.


મળતી માહિતી મૂજબ, ભાવનગર મનપાના દબાણ હટાવ વિભાગની કામગીરી તેજ કરવામાં આવી છે. મનપાની દબાણ હટાવ ટીમએ શહેરના રબબર ફેકટરી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હટાવાયા છે. ગેરકાયદે લારી-ગલ્લાના દબાણ મનપાની ટીમે હટાવ્યા હતા અને કેટલોક સામાન જપ્ત કર્યો હતો. મહાપાલિકાની ટીમે દબાણ હટાવવાની કાર્યવાહી કરતા દબાણકર્તાઓમાં રોષ ભભુકી ઉઠયો હતો.

મહાપાલિકાના એસ્ટેટ વિભાગની દબાણ હટાવ સેલની ટીમે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી નાના ગેરકાયદે દબાણ દૂર કર્યા હતા અને કેટલોક સામાન જપ્ત કર્યો હતો, જેમાં ભાવનગર શહેર વિવિધ વિસ્તારમાંઅસ્થાયી દબાણ દુર કરવામાં આવ્યા હતા અને કેટલોક સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા ગેરકાયદેસર થયેલા દબાણો લારી ગલ્લા પણ જપ્ત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત રોડ માં અડચણરૂપ વાહનોને લોક મારીને કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે રોડમાં અડચણરૂપ વાહનોને લોક કરી સ્થળ ઉપર દંડ પણ વસુલ કરવામાં આવ્યો છે.

  • Follow us on: