ભાવનગર જિલ્લામાં ખનીજ ચોરીનું દુષણ વ્યાપેલું છે ત્યારે તંત્ર દ્વારા બાતમીના આધારે તળાજા પંથકમાં રેડ કરીને રંગે હાથ વાહનોને ઝડપી લઇને ચીઝ કરવાની કાર્યવાહીએ હાથ ધરી હતી.
ભાવનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનન પ્રવૃત્તિ અંગે માહિતી મળતા તળાજા પંથકના ઊંચડી ગામની સીમમાં રેડ કરવામાં આવી હોવાનું ભૂસ્તર શાસ્ત્રી બી એમ જાળોંધરા એ જણાવ્યું હતું તેઓએ ઉમેર્યું હતું કે, ઊંચડી ગામે ગેરકાયદેસર માટી ખનીજ ખોદકામની પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ અન્વયે ભૂસ્તરશાસ્ત્રી કચેરીની તપાસ ટીમ દ્વારા ઊંચડી ગામના સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.













