ભાવનગરના પાલીતાણામાં પ્રેમ સંબંધમાં વિશ્વાસ કેળવી નરાધમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. 15 વર્ષીય સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર મામલે સગીરાએ માતાને જાણ કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, પાલીતાણા શહેરમાં એક સગીરા પર દુષ્કર્મની ઘટના બની છે. સગીરાને પ્રેમ સંબંધમાં વિશ્વાસ કેળવી નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી જતા મામલો બહાર આવ્યો હતો. સગીરાની તબિયત બગડતાં તેની માતાને જાણ કરી હતી. સગીરાની માતાએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી.













