- યુવકને ઢોરે અડફેટે લેતા પહોંચી ઇજા
- યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો
- અનેક રજૂઆતો છતા તંત્ર ઘોર નિદ્રામાં
ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો આંતક યથાવત છે,શહેરમાં રખડતા ઢોરની અડફેટે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો.શહેરના મંત્રેશ કોમ્પ્લેક્સ પાસે આવેલ લાખાજીનગરમાં રહેતા એક વ્યકિતને રખડતા ઢોરે અડફેટે લેતા તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયા હતો.તો ઘટનાની જાણ થતાની સાથે જ કોર્પોરેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
વડોદરામાં રખડતા ઢોરને લઈ ઢોરવાડાની સુવિધા વધશે
વડોદરા શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વધતા હાઈકોર્ટના નિર્દેશાનુસાર, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં હાલ કેટલ પોન્ડ અને ઢોરવાડાઓમાં મૂળભૂત સુવિધાઓ વિકસાવી તેની ક્ષમત્તામાં વધારો કરવા તથા અત્યાધુનિક સુવિધાઓ સાથે નવિન ઢોર-વાડા ઉભા કરવા જરૂરી સૂચના આપવામાં આવેલ છે. ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા વર્ષ 2022-23 માટે 2 કરોડ તથા વર્ષ 2023-24 માટે 4 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. આ ઉપરાંત વર્ષ, 2024-25 માટે મ્યુનિસિપલ કોર્પોરેશનોને હાલના કેટલ પોન્ડસના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે 36 કરોડની સહાયની જોગવાઈ કરવામાં આવી છે. જેમાંથી વડોદરાને પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ રાખી છે.
સુરતમાં રખડતા ઢોરની અડફેટે 1નું મોત
સુરતમાં રખડતા ઢોરની અડફેટે આધેડનું મોત થયુ છે. બારડોલી નવદુર્ગા સોસાયટીમાં ઢોરે આધેડને અડફેટે લીધા હોવાનું સામે આવ્યુ છે. રખડતા ઢોરે અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. પિતા-પુત્ર પર રખડતા ઢોરે હુમલો કર્યો હતો. ઢોર પકડવાની કામગીરી મુદ્દે પાલિકા સામે સ્થાનિકોએ સવાલો ઉભા કર્યા છે.
રખડતા ઢોરના માલિક સામે થશે કાર્યવાહી
રખડતા ઢોરના માલિક સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. PASA હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ભારતીય દંડ સંહિતાની વિવિધ કમલ હેઠળ નોંધાશે ગુનો નોંધવામાં આવશે. કલમ 332, 338, 188, 189 હેઠળ ગુનો નોંધવામાં આવશે. જ્યારે ઢોર પકડવા જનારી ટીમ CNCD વિભાગને પૂરતું પોલીસ રક્ષણ પણ આપવામાં આવશે. જેથી ઢોરમાલિકો પણ કનડગત ના કરી શકે.