• રાવલ ગામે આખલાએ એક વ્યક્તિને અડફેટે લેતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત
  • ઈજાગ્રસ્તને સારવાર હેઠળ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા
  • બે આખલા બાખડતા આધેડને ફંગોળી નાખ્યા હતા

ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે,દ્વારકા જિલ્લાના રાવલ ગામે આખલાઓ વચ્ચે યુદ્ધ થતા રસ્તે જતા એક કાકાને આંખલાએ હવામાં ફંગોળતા કાકા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.

18 એપ્રિલ 2024ના રોજ મહિસાગરમાં બની ઘટના

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અવાર નવાર શહેરમાં રખડતા ઢોર લોકોને ઇજાઓ પહોંચાડે છે ત્યારે આજે વધુ એક આવી ઘટના સામે આવી હતી. જ્યાં એક બાળકી પર રખડતા ઢોરે હુમલો કર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.રાહદારીઓ અને વેપારી દ્વારા બાળકી ને હટાવી લેતા બાળકીનો જીવ બચ્યો હતો.લુણાવાડા નગરપાલિકા દ્વારા ઢોરને પકડવાની કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી છે.

20 એપ્રિલ 2024ના રોજ ભાવનગરમાં બની ઘટના

ભાવનગરના કુંભારવાડા મીલની ચાલી વિસ્તારમાં રખડતા ઢોરે ચાર થી પાંચ રાહદારીઓને અડફેટે લેતા સારવાર હેઠળ ખસેડાયા હતા,ત્યારે એક વૃદ્ધને વધુ ઈજા થતા સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.શહેરમાં અવાર-નવાર રખડતા ઢોરનો ત્રાસ રહે છે,તેમ છત્તા મનપાની આંખ ઉઘડતી નથી.મનપાની નિષ્ક્રિયતા ને કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.બીજી તરફ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા રખડતા ઢોરોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

23 એપ્રિલ 2024ના રોજ ભાવનગરમાં બની ઘટના

ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. જેમાં 3 દિવસ પહેલા કુંભારવાડા મિલની ચાલીમાં રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લીધા હતા. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. ચિત્રા મફતનગરમાં રહેતા 60 વર્ષીય રમણિકભાઈ પરમાર નામના વૃદ્ધને રખડતા ઢોરે અડફેટે લીધા હતા. તેમજ મૃતકના પરિવારજનો પોલીસ કાર્યવાહી કરવાથી દૂર રહ્યાં છે. મનપાનું તંત્ર ઢોર પકડવાના દાવાઓ કરે છે પરંતુ રખડતા ઢોર અનેક નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે.

27 એપ્રિલ 2024ના રોજ ભાવનગરમાં બની ઘટના

બારડોલીની નવદુર્ગા સોસાયટીમાં પગપાળા જતા પિતા પુત્રને ઢોરે અડફેટે લેતા પિતાનું સારવાર દમરમિયાન મોત થયું છે,જયારે પુત્રને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો છે.રખડતા ઢોર મામલે પાલિકાની નિષ્ક્રિય કામગીરીના પગલે ફરી એક વ્યકિતને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.બીજી તરફ પોલીસે તપાસ હાથધરીને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે.

  • Follow us on: