• ભાવનગરમાં સ્કૂલમાં લાઈટ જવાના કારણે વિદ્યાર્થીનીઓને થઈ ગભરામણ
  • ભાવનગરની સરદાર પટેલ સ્કૂલમાં બની આ ઘટના
  • 108 મોડી બોલાવ્યાનો સંચાલકો પર વાલીનો આક્ષેપ
ભાવનગરમાં 2 વિદ્યાર્થીનીની તબિયત અચાનક લથડી હતી. શહેરની સરદાર પટેલ સ્કૂલમાં અભ્યાસ કરતી કેટલીક વિદ્યાર્થીનીઓને લાઈટ જવાના કારણે ગભરામણ થઈ હતી. જેના કારણે સરદાર પટેલ સ્કૂલમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓની તબિયત અચાનક જ લથડી પડી હતી અને તાત્કાલિક સારવાર માટે બંને વિદ્યાર્થીનીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સ્કૂલ સંચાલકોએ 108 મોડી બોલાવતા વિદ્યાર્થીનીઓની સ્થિતિ બગડી: વાલી

સ્કૂલમાં અભ્યાસ કરવા દરમિયાન લાઈટ ડૂલ થઈ ગઈ હતી, તે દરમિયાન વિદ્યાર્થીઓને ગભરામણ થવા લાગી હતી. ત્યારે પરિવારજનોનો આક્ષેપ છે કે સ્કૂલ સંચાલકોએ 108 મોડી બોલાવતા વિદ્યાર્થીનીઓની સ્થિતિ બગડી છે. તમને જણાવી દઈએ કે હાલમાં બે પૈકીની એક વિદ્યાર્થીનીને ખાનગી દવાખાનામાં સારવાર માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઘટના બનતા ભાવનગરના આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

તાત્કાલિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી

ત્યારે આ સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને થતાં જ તાત્કાલિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી અને ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે તમામ વાલીઓ સ્કૂલ સંચાલક સામે રોષે ભરાયા છે અને આક્ષેપ લગાવી રહ્યા છે કે સ્કૂલે 108 એમ્બ્યુલન્સ મોડી બોલાવતા બાળકોની સ્થિતિ બગડી છે.

થોડી દિવસ પહેલા છોડા ઉદેપુરમાં 30થી વધુ બાળકોની તબિયત લથડી હતી

થોડા દિવસ પહેલા છોટાઉદેપુરમાં એકલવ્ય મોડેલ રેસેડન્સી સ્કૂલમાં 30થી વધુ બાળકોની તબિયત લથડી હતી. છોટાઉદેપુરમાં 30થી વધુ બાળકોની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં અને તેજગઢ CHC સહિતના દવાખાનામાં બાળકોને સારવાર અર્થે ખસેડાયા હતા. વોમિટિંગ અને પેટમાં દુખાવાની બાળકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી હતી. બાળકોને અચાનક ફૂડ પોઈઝનિંગ થતા સિવિલ હોસ્પિટલ અને તેજગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. શાળામાં રહી અભ્યાસ કરતા કુલ 30થી વધુ બાળકોની તબિયત અચાનક બગડી હતી. ઘટના બનતા છોટાઉદેપુર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે મોડલ સ્કૂલના તંત્ર સામે બાળકોની સલામતીના અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.

  • Follow us on: