કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલ ભાવનગરની મુલાકાતે આવ્યા છે. નારી ગામે વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવા અભિયાનની શરુઆત કરવામાં આવી છે. જળસંચય અભિયાનનો કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલે પ્રારંભ કરાવ્યો છે. પ્રથમ બોર પાડવાનું ખાતમુહૂર્ત સી.આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે.
ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી સી.આર પાટીલ ભાવનગરની મુલાકાતે આવ્યા છે. ભાવનગરના નારી ગામે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા અભિયાન હાથ ધરાયુ છે. સરકાર દ્વારા વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા જળ સંચય અભિયાનનું ખાતમુહૂર્ત સી.આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે. અભિયાનના ભાગરૂપે પ્રથમ બોર પાડવાનું ખાતમુહૂર્ત મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું.













