ભાવનગરમાં મંદિર તોડી પાડવા સામે ગ્રામજનોમં રોષ ફેલાયો છે. ભાવનગરના શિહોરમાં રોડના કામને લઈને કોન્ટ્રાક્ટરે મંદિર તોડવાનું કહેતા જ ગ્રામજનો વિફર્યા હતાં. ગ્રામજનોએ શિહોર ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી હોવાની પણ રજૂઆત કરી હતી.


ગ્રામજનોએ શિહોર ડેપ્યુટી કલેક્ટરને પાઠવ્યું આવેદન

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગરના શિહોરમાં રોડનું કામ ચાલી રહ્યું છે. આ કામમાં મંદિર વચ્ચે નડતુ હોવાથી કોન્ટ્રાક્ટરે મંદિરને તોડવાનું કહેતા જ ગ્રામજનો વિફર્યા હતાં. ઘાંઘળી અમદાવાદ હાઈવે પર આવેલુ જાળનાથ મહાદેવનું મંદિર લોકોની આસ્થા સાથે જોડાયેલું છે. પ્રાચિન મંદિરને તોડવાની વાત થતાં જ લોકોમાં રોષ ફેલાયો હતો અને ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. પ્રાચીન મંદિરને તોડવા સામે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાશે તેવી પણ લોકોએ ચીમકી ઉચ્ચારી હતી.

જાળનાથ મહાદેવ મંદિર સાથે જોડાયેલી છે લોકોની આસ્થા

શિહોરના ઘાઘળી અમદાવાદ હાઈવે પર રોડનું કામ ચાલુ થતાં મંદિરના અગ્રભાગને કોન્ટ્રાક્ટર દ્વારા તોડવાનું કહેતા જ મામલો બીચક્યો હતો. સમસ્ત ગ્રામજનોએ એક થઈને મંદિર તોડવા મુદ્દે વિરોધ નોંધાવી શિહોર ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આવ્યું હતું. મંદિરને નહીં તોડવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું છે.


  • Follow us on: