ભાવનગરના વલ્લભીપુરના તોતણીયાળા ગામે 8.5 કરોડના ખર્ચે બનેલા નાળામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ ગ્રામજનોએ લગાવ્યો છે. તો હાલમાં પાયાનું કામ ચાલુ હોવા છતાં, નબળી ગુણવત્તાનું મટીરિયલ વપરાતું હોવાની ફરિયાદો ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. તેમજ આ ભ્રષ્ટાચારમાં મોટા માથા અને જવાબદાર અધિકારીઓનો હાથ હોવાનું ગ્રામજનો દ્વારા જણાવાઈ રહ્યું છે.
ભ્રષ્ટાચારનો ગ્રામજનોનો આક્ષેપ













