ભુજ શહેરમાં પાણીના થતાં બગાડને અટકાવવા માટે પાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી પાલિકા દ્વારા પાણીના બગાડ કરનારા લોકો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. ભુજ પાલિકાએ શહેરના તમામ નાગરિકોને પાણીનો બગાડ નહીં કરવા માટે અપીલ કરી છે. તેમ છતાં પણ પાણીનો વેડફાટ નાગરિકો દ્વારા કરવામાં આવશે તો પાણીના જોડાણ કાપી નાખવામાં આવશે. ભુજમાં મોટાભાગના વિસ્તારમાં એકાંતરે પાણીનું વિતરણ કરાય છે.


પાણીનો બગાડ કરનારા લોકોની હવે ખેર નહીં

ત્યારે અમુક સોસાયટીમાંથી પાણીનો બગાડ તેમજ ટાંકામાં બોલ વાલ્વ ન હોવાને કારણે પાણીનો વેડફાટ થવાની ફરિયાદ ઉઠી છે. ભુજ નગરપાલિકા વોટર સપ્લાય દ્વારા દરેક વિસ્તારમાં વાલમેન દ્વારા રહેણાકોમાં ટાંકામાં બોલ વાલ્વ લગાવવા સૂચના આપી છે. ત્યારબાદ પાણીનો બગાડ થશે તો પાણીના કનેક્શન કાપવાની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવશે. તાજેતરમાં પાલિકાની મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પાણીનો બગાડ કરનાર લોકોના પાણીના કનેક્શન કાપવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

કોડીનાર તાલુકાના માલગામે પાણીની સમસ્યા

ગીર સોમનાથ જિલ્લાનો કોડીનાર તાલુકો જ્યાં શિંગોડા નદી અને નર્મદાનું પાણી લોકો માટે જીવાદોરી સમાન બન્યું છે અને પીવાના પાણીની સમસ્યા અહીં ભૂતકાળ બની ગઈ છે, પરંતુ હવે કોડીનારના માલગામેથી પાણીના પોકાર ઉઠી રહ્યા છે, અહીં મહિલાઓને પાણી માટે વાડી વિસ્તારોમાં ભટકવું પડી રહ્યું છે તો ગામના પાણી પુરવઠાના સમમાંથી પણ પાણી સીંચીને બહાર કાઢવાની ફરજ પડી રહી છે. સ્થાનિક મહિલાઓનું કહેવુ છે કે છેલ્લા એકાદ બે મહિનાથી તેમને પાણી મળ્યુ નથી, આમ તો અહીં નળ કનેક્શન દ્વારા ઘરે ઘરે પાણીની વ્યવસ્થા હતી, પરંતુ બે મહિનાથી ઘરના નળમાં પાણીનું ટીપું જોવા મળ્યું નથી.

  • Follow us on: