ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે.ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે .પાલિકા દ્વારા 80 જેટલા વરસાદી નાળાની સફાઇ હાથ ધરવામાં આવી છે. પરંતુ અનેક જગ્યાએ પ્રિમોન્સૂન કામગીરી નહીં થતાં પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.


ભુજ નગરપાલિકા પ્રિમોન્સુનની કામગીરી માત્ર કાગળ પર

ભુજ નગરપાલિકા દ્વારા અદાજીત 25 લાખ રૂપિયાના ખર્ચે પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે.પાલિકા દ્વારા 80 જેટલા વરસાદી નાળાની સફાઇ કરવામાં આવશે.ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ નહીં તેવું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું હોવાનો દાવો કર્યો છે. ચોમાસા વરસાદી પાણીના નિકાલ માટે દરવર્ષે લાખો રૂપિયાના ખર્ચે પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે. હાલમાં ભુજ શહેરમાં 80 જેટલા વરસાદી નાળા સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી છે.પ્રિમોન્સુન કામગીરી લઈને વિપક્ષ કોંગ્રેસ સતાપક્ષ આરોપ મુક્યો છે કે ભુજ નગરપાલિકા પ્રિમોન્સુનની કામગીરી માત્ર કાગળ પર કરી રહી છે.

દર વર્ષે ચોમાસામાં પાલિકાનો પ્રિમોન્સૂન પ્લાન ધોવાઈ જાય છે

શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદી પાણીના નાળાની સફાઇ કરવામાં આવી નથી.આ મામલે પાલિકાના કારોબારી ચેરમેનનું કહેવું છે કે તમામ વોર્ડના પ્રિમોન્સૂન કામગીરી માટેનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.પાલિકાની ટીમ સતત કામગીરીનું મોનીટરીંગ કરી રહી છે. તમામ વરસાદી નાળાની સફાઇ બાદ કોન્ટ્રાકટરને પેમેન્ટ આપવામાં આવશે. મહત્વનું છે કે દર વર્ષે ચોમાસામાં પાલિકાનો પ્રિમોન્સૂન પ્લાન ધોવાઈ જાય છે. સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે.આવર્ષે પાલિકાએ દાવો કર્યો છે કે ચોમાસામાં કોઈ જગ્યાએ પાણી નહીં ભરાય પણ પાલિકાના દાવા કેટલા સાચા પડે છે એ જોવું રહ્યું. 

  • Follow us on: