કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૪થી પ્રધાનમંત્રી સૂર્ય ઘર ફી વીજળી યોજના અમલી કરવામાં આવી છે. જેને ૧૫ મહિના પૂર્ણ થયા છે. ત્યારે કચ્છમાં કુલ ૪.૫૦ લાખ ગ્રાહકો પૈકી માત્ર ૯,૨૬૬ ગ્રાહકોએ જ યોજનાનો લાભ લઇ રહ્યા છે. જોકે, ૨૫,૫૨૫ ગ્રાહકોએ સોલાર રૂકટોપ માટે ઓનલાઇન અરજી કરી છે. તે જોતાં આગામી દિવસોમાં ૧૬,૨૫૯ ગ્રાહકોનાં ઘરે પણ મીટર ઇન્સ્ટોલેડ થયા બાદ તેઓનું પણ વીજ બિલ શૂન્ય આવશે તો સરકાર સોલાર રૂકટોપ લગાવનાર ગ્રાહકોને રૂ. ૭૨.૨૧ કરોડની સબસિડી પણ ચૂકવવામાં આવી છે, પરંતુ જે રીતે પિૃમ કચ્છમાં ગ્રાહકોની સંખ્યા જોવા મળી રહી છે તે જોતાં લોકો વીજ બિલ શૂન્ય કરવા તરફ વિચારતા હોય તેવું લાગતું નથી.


૨૫,૭૬૯ ગ્રાહકોનાં ઘરોની છત ઉપર સોલાર રૂકટોક લાગી ચૂક્યું છે

આમ તો ગુજરાતમાં ફેબ્રુઆરી ૨૦૨૪ પહેલા સૂર્ય ગુજરાત યોજના કાર્યરત હતી, જેમાં પણ ગ્રાહકોને સોલાર રૂકટોપ માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવતી હતી. આ યોજનાનો સમગ્ર કચ્છમાં ૧૬,૫૦૩ લોકોએ લાભ લીધો હતો. પરિણામે હાલે જિલ્લામાં ૨૫,૭૬૯ ગ્રાહકોનાં ઘરોની છત ઉપર સોલાર રૂકટોક લાગી ચૂક્યું છે અને તેઓનું વીજ બિલ પણ શૂન્ય આવી રહ્યું છે. જોકે, એક કરતાં વધુ એસી હોવાનાં કિસ્સામાં ગ્રાહકોને થોડું ઘણું વીજ બિલ આવી રહ્યાનું પણ જાણવા મળે છે, પરંતુ સરવાળે સોલાર રૂકટોપ લગાડનારા ગ્રાહકોને ફાયદો થઈ રહ્યો છે.

નોંધનીય છે કે, ફેબ્રુઆરી ૨૦૨૪થી કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફત બિજલી યોજના અમલી કરવામાં આવતાં રાજ્ય સરકાર દ્વારા સૂર્ય ગુજરાત યોજનાને પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફત બિજલી યોજનામાં રૂપાંતરીત કરી દેવામાં આવી હતી, પરિણામે આ નવી યોજનાને ૧૫ માસનો સમય વીતી ચૂક્યો છે, ત્યારે સમગ્ર રાજ્યમાં પાંચ લાખથી વધુ ગ્રાહકો આ યોજનાનોનો લાભ લઈ રહ્યા છે. કચ્છમાં ૧૫ માસમાં ૨૫,૫૪૫ ગ્રાહકો દ્વારા સોલાર રૂકટોપ માટે ઓનલાઈન અરજી કરવામાં આવી છે, જેમાંથી ૯,૨૬૬ ઘરોમાં હાલે પ્રધાનમંત્રી સૂર્ય ઘરઃ મફત બિજલી યોજનાનાં મીટરો લાગી ચૂક્યા છે, જેને કારણે વીજ બિલ પણ શૂન્ય થયું છે.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફત બિજલી યોજનાને ૧૫ માસ પૂર્ણ

પીજીવીસીએલની ભુજ વર્તુળ કચેરીનાં નાયબ ઇજનેર યાસીમ મન્સુરીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ ફેબ્રુઆરી ૨૦૨૪થી પ્રધાનમંત્રી સૂર્ય ઘર ઃ મુફત બિજલી યોજના અમલી છે. આ માટે ૨૫,૫૪૫ ગ્રાહકોએ ઓનલાઇન અરજી કરી છે, તેમાંથી ૯,૨૬૬ ગ્રાહકોનાં ઘરોની છત ઉપર સોલાર રૂકટોપ લાગી ચૂક્યા છે અને તેઓને સરકાર તરફથી રૂ. ૭૨.૨૧ કરોડની સબસિડી પણ ચૂકવી દેવામાં આવી છે. વધુને વધુ ગ્રાહકો આ યોજનાનો લાભ લઇને પોતાનું વીજ બિલ શૂન્ય કરે તે માટે પણ તેમણે કચ્છવાસીઓને અનુરોધ કર્યો હતો.

સોલાર માટેની સબસિડી સીધી ગ્રાહકના ખાતામાં જમા

પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફત બિજલી યોજનાનો લાભ પીજીવીસીએલ દ્વારા સીધો આપવામાં આવતો નથી, પરંતુ આ માટે વીજ ગ્રાહક દ્વારા પહેલા ઓનલાઇન અરજી કરીને સોલાર પેનલ માટે કંપનીની પસંદગી કરવાની રહે છે. ગ્રાહકોએ માત્ર લઇટ બિલ અને બેંકના ખાતાનો એકાઉન્ટ નંબર જ આપવાનો હોય છે. જેને કારણે સબસિડી સીધી ગ્રાહકનાં ખાતામાં જમા થાય. સરકાર દ્વારા પ્રથમ ૨ કિલો વોટની ક્ષમતા સુધી રૂ. ૩૦ હજાર પ્રતિ કિ.વો. તથા ૩ કિ.વો. સુધીની સિસ્ટમ માટે વધારાની ક્ષમતા ઉપર રૂ. ૧૮ હજાર પ્રતિ કિ.વો. સબસિડી આપવામાં આવે છે.

કચ્છનું પ્રથમ સોલાર આધારિત ધોરડો વિલેજ બનશે

૨૦૨૩માં યુનેસ્કો દ્વારા કચ્છના ભુજ તાલુકાના ધોરડો ગામને બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા આ ગામનાં પ્રત્યેક ઘરને સોલાર પેનલ આધારિત બનાવવા માટે ગતિવિધિ તેજ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં સમગ્ર ગામમાં ૯૦ ટકા જેટલા ઘરોની છતો ઉપર સોલાર પેનલ લાગી ચૂકી છે. ટૂંક સમયમાં જ સમગ્ર ગામ સોલાર આધારિત થઇ જશે, પરિણામે કચ્છનું પ્રથમ સોલાર આધારિત ધોરડો વિલેજ બનશે.

  • Follow us on: