- 2500 નવી લાઈટો નંખાશે
- નવા વિસ્તારોમાં નંખાશે લાઈટો
- અંદાજિત 10 કરોડ રૂપિયાનો આવશે ખર્ચ
અમદાવાદ મનપાની સ્ટેન્ડિગ કમિટીની બેઠક આજે મળી હતી. જેમાં આજે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. નવા વિસ્તારોમાં નવા લાઈટના પોલ નાખી શહેરમાં અનેક વિસ્તારોને રોશન કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે.
આ મામલે વધુ માહિતી અનુસાર અમદાવાદ મનપાની સ્ટે. કમિટીની બેઠક આજે મળી હતી. આ બેઠકમાં કરોડોના ખર્ચે શહેરમાં નવી સ્ટ્રીટ લાઈટો નાખવાના નિર્ણયને મંજૂરી અપાઈ હતી. આ નિર્ણય અનુસાર શહેરમાં નવી સ્ટ્રીટ લાઈટ નાખવામા આવશે. આંકડાકીય માહિતી પ્રમાણે જોઈએ તો શહેરના નવા વિસ્તારોમાં કુલ 2500 જેટલી સ્ટ્રીટ લાઈટો નાખવાના નિર્ણયને મંજૂર કરવામાં આવ્યો છે. જેનો અંદાજિત ખર્ચ રૂ. 10 કરોડ જેટલો થવા જાય છે. આ કામગીરીને આગામી 3 મહિનામાં આટોપી લેવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શિયાળામાં સાંજે વહેલા લાઈટ ચાલુ કરવાની સૂચના પણ તંત્રને આપી દેવાઈ છે.













