GST ચોરીના કેસ મામલે સુરત ઈકો સેલ પોલીસને મોટી સફળતા મળી છે. સુરત ઈકો સેલ પોલીસે GST ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીને મોહંમદ સુલતાન યુસુફ કાપડીયાની મુંબઈના મીરા રોડ ઉપરથી ધરપકડ કરી લીધી છે. 2024માં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચમાં GST ચોરીની ફરિયાદ નોંધાવવામા આવી હતી.


અગાઉ આરોપી મોહંમદ રઝા ગભરાણીની ધરપકડ કરાઈ હતી

ત્યારબાદ આ કેસની તપાસ સુરત ઈકો સેલ પોલીસને સોંપવામાં આવી હતી. સુરત ઈકો સેલ પોલીસે આ કેસમાં અગાઉ આરોપી મોહંમદ રઝા ગભરાણીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવતા હાલ પકડાયેલા આરોપી મોહંમદ સુલતાન મોહંમદ યુસુફ કાપડીયાનું નામ સામે આવ્યું હતું, આ સમગ્ર GST ચોરીમાં બંને આરોપીઓએ અલગ અલગ પેઢીઓ ખોલીને ખોટા બીલો બનાવી ગેરકાયદેસરના નાણાકીય વ્યવહારો કર્યા હતા.

રૂપિયા 1,814 કરોડના ખોટા બિલો બનાવ્યા હતા

જે થકી સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચ્યું હતું. તમને જણાવી દઈએ કે તપાસ કરતા કુલ રૂપિયા 1,814 કરોડના ખોટા બિલો આરોપીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ઈકો સેલ પોલીસે મોહંમદ સુલતાન યુસુફ કાપડીયાની ધરપકડ કરી લીધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

  • Follow us on: