• ભાજપના નેતા ગણપત વસાવાનું નિવેદન

  • સુરતના વાંકલમાં સ્નેહમિલન સમારોહમાં કર્યું સંબોધન
  • કોંગ્રેસને સત્તા પ્રાપ્તિ માટે થનગનતા લોકોનું ટોળું ગણાવી

લોકસભા ચૂંટણી પહેલા ભાજપના ધારાસભ્ય ગણપત વસાવાનું નિવેદન સામે આવ્યું છે. ગણપત વસાવાએ લોકસભા ચૂંટણી અને નિવેદન આપતાં કહ્યું કે, આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ જ જીતશે. આ સાથે તેમણે કહ્યું કે, 400થી વધુ બેઠકો સાથે ભાજપનો વિજય થશે. પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, જનતા કોંગ્રેસની વિચારધારાને ઓળખી ગઈ છે.

મહત્વનું છે કે સુરતના માંગરોળના વાંકલમાં ભાજપનું સ્નેહમિલન સમારોહ યોજાયું હતું. આ દરમિયાન અનેક દિગ્ગજોની સાથે ધારાસભ્ય ગણપત વસાવા પણ હાજર રહ્યા હતા. આ તરફ ધારાસભ્ય ગણપત વસાવાએ લોકસભા ચૂંટણી અંગે નિવેદન આપ્યું અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ગણપત વસાવાએ કહ્યું કે, આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો 400થી વધુ બેઠકો સાથે વિજય થશે. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને દેશની જનતા ઓળખી ગઈ છે, કોંગ્રેસની કોઈ વિચારધારા નથી, કોંગ્રેસ એટલે માત્ર સત્તા પ્રાપ્ત કરવા માટે ભેગું થયેલું ટોળું છે.

ઉલ્લેખનીય છે કે ગણપત વસાવા સુરતના વાંકલમાં ભાજપના સ્નેહમિલન સમારોહમાં બોલી રહ્યા હતા, ત્યારે તેમણે લોકસભા ચૂંટણી અને વડાપ્રધાન મોદીની ઈમેજને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પીએમ મોદી ઉપર આજ સુધી ભ્રષ્ટાચારનો એક પણ ડાઘ લાગ્યો નથી. આ ઉપરાંત તેમણે કોંગ્રેસને માત્ર સત્તા પ્રાપ્ત કરવા માટે ભેગા થયેલા લોકોનું ટોળું ગણાવી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસને શાસન પ્રાપ્ત થયા પછી દેશમાં માત્ર મોટા મોટા કૌભાંડ જ કરતી હોય છે. કોંગ્રેસે દેશને માત્ર લૂંટવાનું જ કામ કર્યું છે. તેમણે કહ્યું કે દેશની જનતા કોંગ્રેસને ઓળખી ગઈ છે અને તે જાણે છે કે કોંગ્રેસની કોઈ વિચારધારા નથી.

ગણપત વસાવાએ ભાજપને લઈને કહ્યું હતું કે આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ પીએમ મોદીના નેતૃત્વમાં 400થી વધુ સીટો જીતી ઈતિહાસ રચશે. તેમણે પીએમ મોદીની ઈમેજ અને કાર્યશૈલીના વખાણ કરતા કહ્યું હતું કે તેમના પર આજસુધી ભ્રષ્ટાચારનો એકપણ ડાઘ લાગ્યો નથી અને લોકસભા ચૂંટણીને લઈને તેમણે દાવો કર્યો હતો કે આગામી ઈલેક્શનમાં આપ અને કોંગ્રેસ પાર્ટી બંનેના જનરલ ઈલેક્શનમાં સૂપડા સાફ થઈ જવાના છે. આમ કહીને ગણપત વસાવાએ કોંગ્રેસ અને આપ પાર્ટીની ઝાટકણી કાઢી હતી. 

  • Follow us on: