- ધોરણ 10નું પરિણામ 11મી મેના રોજ આવશે
- ધોરણ 10ના પરિણામ બાદ પૂરક પરીક્ષા આપી શકાશે
- ત્રણ પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે
ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પણ ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં ધોરણ 10નું પરિણામ 11મી મેના રોજ આવશે. તેમજ ધોરણ 10ના પરિણામ બાદ પૂરક પરીક્ષા આપી શકાશે. ત્રણ વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. જેમાં ત્રણ પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.
અગાઉ બે પૂરક પરીક્ષા આપી શકાતી હતી
અગાઉ બે પૂરક પરીક્ષા આપી શકાતી હતી. લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહ્યા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવવાનો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજસેટ-2024 પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે.
વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું રિઝલ્ટ મેળવી શકશે
ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 9 કલાકે આ પરિણામ મુકાયું છે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (સીટ નંબર) એન્ટર કરીને મેળવી શકે છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકે છે. આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ હવે ધોરણ 10નું પરિણામ 11 તારીખે જાહેર થશે. તારીખ 11 મેના રોજ સવારે આઠ વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર જઈને બોર્ડની પરીક્ષાનું પરિણામ જોઈ શકશે. આ સાથે જ વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું રિઝલ્ટ મેળવી શકશે.
માર્ચ મહિનામાં લેવાઈ હતી પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલી હતી. આ વર્ષે ગુજરાતમાં 14 લાખ વિદ્યાર્થીઓએ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપી હતી.