બોટાદ તાલુકા (શહેર તથા ગ્રામ્ય)નો મે -૨૦૨૫ના માસનો તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ-૨૧/૦૫/૨૦૨૫ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે તાલુકા સેવા સદન, પાળીયાદ રોડ, મામલતદાર-કચેરી બોટાદ ખાતે યોજાશે. આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સરકારની તમામ કચેરી/વિભાગને લગત એવા પ્રશ્નો જે તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદારે રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તારીખ-૧૫/૦૫/૨૦૨૫ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૦:૩૦ કલાક થી સાંજના ૬:૧૦ કલાક સુધી અરજી કરવા મામલતદાર બોટાદ (ગ્રામ્ય) દ્વારા જણાવવામાં આવે છે.
રાણપુરમાં પણ યોજાશે તાલુકા સ્વાગત કાર્યક્રમ













