બોટાદ જિલ્લાના ગઢડા (સ્વા.) તાલુકાના મેઘવડીયા ગામે ચેકડેમ નં-1, હરીપર ચેકડેમ નં-1 અને લિંબાળી ચેકડેમ નં-1ના રૂ. 195.67 લાખના વિકાસના કામોનું ખાતમુહુર્ત સમારોહ જળ સંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની વિશેષ ઉપસ્થિતિમાં ગઢવા તાલુકામાં મેઘવડીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો.


જળ સંપતિના અધિકારીઓ રહ્યાં હાજર

બોટાદ સિંચાઇ વિભાગ, ભાવનગર સિંચાઇ યોજના વર્તુળ અને નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મંત્રી દ્વારા ગઢડા તાલુકાના મેઘવડીયામાં ચેકડેમ નં-1 એક્રોસ કેરી રીવર ખાતે, અંદાજિત 101 લાખના ખર્ચે, 54 હેક્ટર લાભિત વિસ્તારમાં તેમજ 125 મીટર લંબાઈ અને 0.20 એમ.સી.એફ.ટી. સંગ્રહશક્તિ ધરાવતા ચેકડેમનું ખાતમુહુર્ત, હરીપર ખાતે હરીપર ચેકડેમ નં-1 એક્રોસ ઘેલો રીવરનું અંદાજિત 17 લાખના ખર્ચે 15 હેક્ટર વિસ્તારમાં 15 મીટર લંબાઈ ધરાવતા, 0.10 એમ.સી.એફ.ટી. સંગ્રહશક્તિ ધરાવતા ચેકડેમનું ખાતમુહુર્ત અને લિંબાળીમાં લિંબાળી ચેકડેમ નં-1 એક્રોસ ઘેલો રીવર ખાતે 77.67 લાખના અંદાજિત ખર્ચે, 47 હેક્ટર વિસ્તારમાં, 75 મીટર લંબાઈ ધરાવતા અને 1.413 એમ.સી.એફ.ટી. ક્ષમતા ધરાવતા ચેકડેમનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અગ્રણી પાલજીભાઈ પરમાર, મયુરભાઈ પટેલ, જયરાજભાઈ પટગીર તેમજ પ્રાંત અધિકારીશ્રી આરતી ગોસ્વામી સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

  • Follow us on: