ખેતી કરવા માટે પાણીની સતત જરુર હોય છે. ત્યારે ખેડૂતોને વારંવાર તંત્ર સામે રજૂઆત કરવી પડે છે. બોટાદ જિલ્લાના ખેડૂતો દ્વારા લીંબડી બોટાદ બ્રાંચ નર્મદા કેનાલ ચાલુ કરવા રજૂઆત કરવી પડી હતી. આ અંગે બોટાદ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. 7 તાલુકામાંથી પસાર થતી આ નહેર 24 કલાકમાં શરુ કરવા માટે માગ કરવામાં આવી હતી. અને જો કેનાલ શરુ નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી.


પાણી માટે તરસ્તો તાત

એક તરફ ખેતરોમાં પાક વાવવામાં આવે છે. તો બીજી તરફ ખેડૂતોને ખેતી માટે પ્રમાણમાં પાણી ન મળતું હોવાની બૂમ સંભળાય છે. પાણી માટે વારંવાર રજૂઆત કરવામાં આવતા કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે આ વખતે લીંબડી બોટાદ બ્રાંચ નર્મદા કેનાલ ચાલુ કરવા માગ કરાઈ છે. અને જો માગ પૂર્ણ નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

ઉગ્ર આંદોલનના સંકેતો

નર્મદા લીંબડી બોટાદ બ્રાંચ કેનાલ કે જે વઢવાણ, લીમડી, ચુડા, રાણપુર, બોટાદ, ગઢડા અને વલભીપુર એમ 7 તાલુકામાંથી પસાર થાય છે. મુખ્યમંત્રીએ 15 મે 2025ના રોજ નહેર શરૂ કરવા જાહેરાત કરી હતી. પરંતુ આ દરમિયાન માવઠું થતા ખેડૂતોએ આગોતરૂ આયોજન કરી વાવણી કરી હતી. વાવણી કર્યા બાદ પાણી બંધ થઈ જતા ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે. બિયારણ, ખાતર, ડીઝલ, વાવણીનો ખર્ચ સહિતનો લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. હવે આ પાકને બચાવવા અને પીવાનું પાણી પુરુ પાડવા માટે 24 કલાકમાં નહેર શરુ કરવા માગ કરાઇ છે. બોટાદ જિલ્લા કિસાન ખેત મજદૂર કોંગ્રેસે નાની વાવડી ગામના પ્રમુખ પ્રતાપસિંહ કનુભા ડોડીયા સહિત ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને ઉપસ્થિત કર્યા છે. પ્રતાપસિંહ કનુભા ડોડીયાના લેટરપેડ ઉપર લીમડી બોટાદ બ્રાંચ નર્મદા કેનાલ ચાલુ કરવાની માંગ સાથે બોટાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને જો માગ પૂર્ણ નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલનના સંકેત આપવામાં આવ્યા હતા. 

  • Follow us on: