કચ્છના અંજાર શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અંજાર સ્થિત PGVCL કચેરીના રેકોર્ડ રૂમમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. ઓફિસ સમય દરમિયાન અચાનક આગ ફાટી નીકળતા જ કચેરીના સ્ટાફ અને સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
વીજ કંપનીના વર્ષો જૂના દસ્તાવેજ બળીને ખાખ
ઘટનાની મળતી માહિતી અનુસાર, આગ એટલી ગંભીર હતી કે, જોતજોતામાં સમગ્ર રેકોર્ડ રૂમને લપેટમાં લઈ લીધો હતો. આ દુર્ઘટનાને કારણે રેકોર્ડ રૂમમાં રાખવામાં આવેલા વીજ કંપનીના વર્ષો જૂના મહત્વના સરકારી દસ્તાવેજો, ફાઈલો અને અન્ય રેકોર્ડને ભારે નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.












