આંતરરાષ્ટ્રીય વુમન્સ-ડે નિમિતે ભુજમાં BSF દ્વારા હથિયાર પ્રદર્શન યોજાયું હતું. જે દરમિયાન BSFમાં ફરજ બજાવતી મહિલા જવાનએ ડેમોસ્ટ્રેશન કર્યું હતું BSFની મહિલા કેવી રીતે સરહદ પર દેશની સુરક્ષા કરે છે તેનો પરિચય કરાવ્યો હતો.
ભુજમાં BSFની મહિલા જવાન આખ પર પાટા બાંધી એક મિનિટમાં પોતાના અત્યાધુનિક હથિયાર કેવી રીતે લોડ કરે છે અને ત્યારબાદ કેવી રીતે તેનો ઉપયોગ કરવામાં આવે તેવો પરિચય કરાવ્યો હતો. આ સાથેજ બીએસએફ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ હથિયારનું પ્રદર્શન યોજ્યું હતું. જેમાં જવાનો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા અત્યાધુનિક હથિયાર જેવાકે એકે 47, સ્નાઈપર ગન, 9 MM પિસ્તલ, લાઈટ મેગજીન ગન જેવા અત્યાધુનિક હથિયારો પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા.













