ભાવનગરના એક વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યાની ઘટના સામે આવી છે. એક મહિલા સહિત 2 શખ્સોએ ષડયંત્ર રચી વેપારીને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવ્યાની નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વેપારી સાથે પરિચય કેળવી યુવતીએ તેની સાથે વારંવાર મુલાકાત કરી. વેપારી અને યુવતીનો પરિચય વધતા તેઓ સાથે ફરવા લાગ્યા. તેમનો પરિચય ગાઢ થતા હોટલમાં યુવતી અને વેપારીએ શરીર સંબંધ બાંધ્યો. વેપારી સાથેની અંગતપળોનો વીડિયો બનાવી યુવતીએ તેને બદનામ કરવાની ધમકી આપી પૈસાની માગણી કરી. યુવતી દ્વારા વારંવાર પૈસાની માગણી કરાતા અંતે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.


વેપારી થયો હની ટ્રેપનો શિકાર

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ શહેરના મુખ્ય બજારમાં આવેલ દુકાનના માલિકનો ગ્રાહક યુવતી સાથે પ્રારંભિક પરિચય થયો. દુકાનના વેપારી અને યુવતી વચ્ચે ફોનની આપલે થઈ અને તેઓ અવારનવાર ફોન પર વાત કરવા લાગ્યા.વેપારી અને યુવતીનો સંબંધ વાતચીતથી આગળ વધ્યો અને તેઓ મુલાકાતો કરવા લાગ્યા. યુવતીએ પરિચય કેળવી વેપારીને મળવા બોલાવ્યો. વેપારી અને યુવતીનો પરિચય વધુ ગાઢ થતા બંનેએ એક હોટલમાં અંગતપળો માણી. પરંતુ એ વખતે વેપારીને ખબર નહોતી કે થોડા સમયનો આનંદ તેના માટે મોંઘો સાબિત થશે. યુવતીએ આ અંગતપળોનો વીડિયો ઉતારી લીધો હતો. અને ત્યારપછી યુવતી વેપારીને બ્લેકમેલ કરવા લાગી. યુવતીએ વેપારીને ધમકી આપી કે મને દસ હજાર રૂપિયા આપ નહીંતર તને બદનામ કરી દઈશ. વેપારીએ બદનામીના ડરથી યુવતીને દસ હજાર આપી દીધા.

પોલીસે કરી કાર્યવાહી

યુવતીને દસ હજાર આપ્યા બાદ ફરીથી તેણે વેપારી પાસે પૈસા માંગ્યા. યુવતી દ્વારા વારંવાર પૈસા માંગવામાં આવતા અંતે તેણે જ્યારે 10 લાખ રૂપિયાની માગણી કરી ત્યારે વેપારીને લાગ્યું કે તે હનીટ્રેપમાં ફસાઈ ગયો છે. યુવતીએ વેપારીને કહ્યું કે જો મને દસ લાખ નહીં આપે તો તારી સામે માર મારી બળાત્કાર કર્યો હોવાની ફરીયાદ નોંધાવીશ. વેપારી સાથે અંગત પળો માણી બદનામ કરવાની અને દુષ્કર્મની ધમકી આપતા વેપારીએ પોલીસમા ફરિયાદ કરી.યુવતીએ હનીટ્રેપમાં ફસાવવા મામલે નિલમબાગ પોલીસ મથકમાં પોલીસ ફરીયાદ નોંધાઈ. પોલીસે વેપારીની ફરીયાદ નોંધી 2 શખ્સોની ધરપકડ કરી.


  • Follow us on: