ભાવનગર જિલ્લાના વેરાવદર -ભાલ પંથકના સવાઈ નગરપંથકમાં ભાઈએ સગા ભાઈની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. અહીં કૌટુંબિક જમીન વેચવા બાબતે મોટાભાઈ એ નાના ભાઈ સાથે ઝઘડો કરી ધારિયાનો ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી. આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.


ખુન આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના વેરાવદર-ભાલ પંથકના સવાઈ નગર ગામે રહેતા ચંદુભાઈ બટુકભાઈ પરમાર ઉપર તેના જ મોટાભાઈ મુકેશભાઈ બટુકભાઈ પરમાર એ ધારિયાનો ઘા ઝીંકી દઈ ખૂની હુમલો કરતા તેને લોહિયાર હાલતે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

સમગ્ર બનાવવાની જાણ થતા જ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જે. ગોર તથા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને તપાસ કરી હતી. આરોપી મુકેશભાઈ ને જમીન વેચવી હતી પરંતુ નાના ભાઈએ ના પાડતા આ બાબતે ઝઘડો થયો હતો અને ઉગ્ર બોલાચાલીમાં ખૂની હુમલો કર્યો હતો તેમ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

  • Follow us on: