- લાલી પાસેથી કરોડોની મિલકતના દસ્તાવેજ મળ્યા
- 4 લકઝરિયસ કારના ડોક્યુમેન્ટ પણ મળ્યા
- કામરેજ ખાતે 35 વીઘાની જમીનમાં લાલીનુ છે ફાર્મ હાઉસ
સુરતના માથાભારે અને વ્યાજખોર ગણાતા લાલીની મુશ્કેલીમાં વધારો થયો છે.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,પ્રભુનગરમાં 5500 વારનો પ્લોટ પણ લીધો છે,તો અલથાણમાં 3 મકાનના દસ્તાવેજ પણ મળી આવ્યા છે,સાથે સાથે લાલી ઉધના-નવસારી રોડ પર 5500 વારની ખુલ્લી જમીન પણ ધરાવે છે.ઉપરાંત બે થાર કાર, એક ફોર્ચ્યુનર કાર, એક એસક્રોસ સહિત ચાર કારનો માલિક છે લાલી.
લાલીને છે જાહોજલાલી
સુરત શહેરમાં વર્ષોથી વ્યાજખોરીનો ધંધો કરતો લાલી પોલીસના હાથે ઝડપાયો છે,સુરતમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીને લઈ લાલી સામે ફરિયાદ પણ નોંધાઈ છે,લાલી પાસે અઢળક મિલકતો હોવાથી પોલીસે તેની ઓફિસ પર જઈ સર્ચ ઓપરેશન હાથધર્યું છે.કામરેજ હાઇવે ઉપર લાલીનું ફાર્મ હાઉસ આવેલુ છે જેની કિંમત આશરે 100 કરોડ રૂપિયા જેટલી છે.આરોપી લાલી આગોતરા જામીન સાથે હાજર થયો હતો.લાલી સામે ઉધના પોલીસે બીજો ગુનો નોંધ્યો છે.
ઉધના વિસ્તારમાં મોટુ નામ ધરાવે છે લાલી
સુરતના ઉધના વિસ્તરમાં લાલી વ્યાજખોરીનો ધંધો કરીને લોકો સાથે ઉંચુ વ્યાજ લે છે.લાલીની વાત કરવામાં આવે તો લાલી સાથે અન્ય માણસો પણ છે કે જે વ્યાજ લેવા જતા હતા.પોલીસની તપાસ દરમિયાન આરોપી પાસેથી 57 કોરા ચેક મળી આવ્યા છે એટલું જ નહીં 12 ટકાથી લઈ 15 ટકા સુધી વ્યાજ વસૂલતો હતો. ફરિયાદી પાસેથી બે લાખ રૂપિયાની જગ્યાએ આઠ લાખ રૂપિયાની માંગણી કરી રહ્યો હતો.ફરિયાદીએ આરોપી પાસેથી 2 લાખ વ્યાજે લીધા હતા જેના સામે વ્યાજ ખોરે 5.15 લાખ રૂપિયા અને કોરા ચેક લીધા હતા.
બે લાખ રૂપિયાની સામે આઠ લાખ રૂપિયાની માંગણી
એક ફરિયાદીએ જણાવ્યું છે કે વર્ષ 2019માં આરોપી લાલી પાસેથી બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. પહેલા દિવસે જ્યારે પૈસા આપ્યા ત્યારે 24 હજાર રૂપિયા કટ કરીને આપ્યા હતા. દર મહિને 24 હજાર રૂપિયાનો હપ્તો વસૂલતો હતો. બનનાર વ્યક્તિએ 1.68 લાખ રૂપિયા પરત પણ કર્યા છે. આરોપી લાલી વધુમાં વધુ માંગણી કરતો હતો. અનેક રેકોર્ડિંગ પણ મળી આવ્યા છે. અતિશય ગંદી ભાષામાં અશબ્દો વાપરી આ પૈસાની ઉઘરાણી કરેલી છે. આઠ લાખ રૂપિયાની માંગણી તે ફરિયાદી પાસેથી કરી રહ્યો હતો.