• સિવિલ હોસ્પિટલમાં 5 શંકાસ્પદ કેસ નોંધાયા
  • બાળકોના સેમ્પલ પુને લેબોરેટરી મોકલાયા
  • અત્યાર સુધી 6 બાળકો ચાંદીપુરાનો ભોગ બન્યા

સાબરાકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત રહ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં 5 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તેમાં બાળકોના સેમ્પલ પુને લેબોરેટરી મોકલાયા છે. અત્યાર સુધી 6 બાળકો ચાંદીપુરા વાયરસનો ભોગ બન્યા છે. વાયરસને લઈ 20 બેડનો વૉર્ડ તૈયાર કરાયો છે. તેમજ હોસ્પિટલ દ્વારા ઇમર્જન્સી વિભાગમાં પીડિયાટ્રીકની તૈયારીઓ શરૂ કરાઇ છે.

આરોગ વિભાગે વાયરસથી બચવા માહિતી આપી

આરોગ વિભાગે વાયરસથી બચવા માહિતી આપી છે. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુર વાયરસનો કહેર યથાવત છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ પાંચ જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. પાંચ બાળકોના સેમ્પલ પુણે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં છ જેટલા બાળકો ચાંદીપુર વાયરસનો ભોગ બન્યા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસને લઈ 20 બેડનો વૉર્ડ ઉભો કરાયો છે. સિવિલ હોસ્પિટલ દ્વારા સંપૂર્ણ ઇમર્જન્સી પીડીયાટ્રીક તૈયારીઓ કરાઈ છે. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈ તંત્ર ચિંતામાં છે.

 14 વર્ષ પહેલા પણ રાજ્યમાં ચાંદીપુરા વાયરસે 17 લોકોના જીવ લીધા હતા

લોકોને ચાંદીપુરા વાયરસથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માહિતગાર કરાઈ રહ્યા છે. 14 વર્ષ પહેલા પણ રાજ્યમાં ચાંદીપુરા વાયરસે 17 લોકોના જીવ લીધા હતા. ગામડામાં લીંપણની તિરાડમાં આ માખી રહેતી હોય છે, તેથી ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને જ્યાં આ માખીનો ઉપદ્રવ છે તેવા જિલ્લાઓમાં રહેતા લોકોએ તેમના ઘરના લીંપણને ઉખાડીને બદલી દેવું જોઈએ અથવા તો આ માખીનો નાશ કરવો જોઈએ. તેના દ્વારા વધુ પ્રમાણમાં આ વાયરસ ફેલાય છે અને બાળકો ઝડપી આ વાયરસની ઝપેટમાં આવે છે.

આ વાયરસ વિશે વૈજ્ઞાનિકોએ શું કહ્યું?

હવે આ ચાંદીપુરા વાયરસ વિશે એવું કહેવાય છે કે તે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ વાયરસ એડીસ દ્વારા ફેલાય છે જે મચ્છરમાં હોય છે. નિષ્ણાતો ચાંદીપુરાને આરએનએ વાયરસ માને છે. આ વાયરસની મહત્તમ અસર 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે. જે પણ મૃત્યુ થયા છે, તે આ વયજૂથમાં જોવા મળ્યા છે. મોટી વાત એ છે કે અત્યાર સુધી વૈજ્ઞાનિકો આ ચાંદીપુરા વાયરસ સામે કોઈ વાયરલ દવા બનાવી શક્યા નથી.

ચાંદીપુરા વાયરસના લક્ષણો

ચાંદીપુરા વાઇરસનો જે શિકાર બને છે તેને પહેલા તાવ આવે છે, અને શરીરે ચામડી પર ચાઠાં ઉપસી આવે છે. માથું ચક્રાવે ચઢે છે અને આંખો લાલ થઇ જાય છે, શરીરે આશક્તિ આવી જાય છે. શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે, આ વાયરસ ખાસ કરીને બાળકોને જલ્દી લાગે છે.ચાંદીપુરા વાયરસ એ માખીથી ફેલાતો વાયરસ છે.


  • Follow us on: