છોટાઉદેપુરમાં તાંત્રિક વિધિમાં બાળકીની બલીનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. બોડેલીના પાણેજ ગામે એક ભુવાએ ઘરના સામે જ રહેતી 5 વર્ષની બાળકીની હત્યા કરી માનવ બલી આપવામાં આવી છે. આ ઘટનાને લઇ ચોંકાવનારો ખુલાસો થયો છે. 


જૂની અદાવતમાં હત્યા થયાનો પોલીસનો દાવો

મળતી માહિતી મુજબ, છોટાઉદેપુરના બોડેલી જિલ્લાના પાણેજ ગામે આધેડ ભૂવા લાલુ હિંમત તડવીએ તમામ હદો પાર કરી. તેમે ઘરની સામે રહેતી બાળકીને ઘરમાં લઈ જઈ વિધિ કરી કુહાડીથી ગળું કાપી નાંખવાની ઘટના બની છે. બાળકી બાદ એના નાના ભાઈને પણ બલી માટે લઈ જતા ગ્રામજનો જોઈ ગયા હતા. જેથી બાળકને બચાવી લઈ પોલીસને ઘટના અંગે ગામલોકોએ જાણ કરી હતી. મામલતદાર સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. તો આરોપી લાલુ તડવીની પોલીસે ધરપકડ કરી છે. 

પૂછપરછમાં આરોપીએ ગોળ-ગોળ જવાબ આપ્યા 

બોડેલીમાં બાળકીની બલિમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પાણેજમાં બાળકીની બલિ મુદ્દે પોલીસે દાવો કરતા કહ્યું હતું કે, ઘટનામાં જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી છે. તાંત્રિક વિધિ નહીં પણ અદાવતમાં હત્યાનો અંજામ આપ્યોનું આરોપીએ કબૂલ્યું હોવાનો પોલીસે દાવો કર્યો છે. પૂછપરછમાં આરોપીએ ગોળ-ગોળ જવાબ આપ્યા છે. પહેલા બહેનની હત્યાનો બદલો લેવા હત્યાની વાત કરી હતી. હવે વધુ પૂછપરછ કરતા આરોપીએ વાત ફેરવી છે. પોલીસે તપાસ કરતા આરોપીની બંને બહેનો જીવિત છે. 

અંધશ્રદ્ધા કે બલિના ઇરાદે હત્યા ન કરાઇ હોવાનો દાવો

આરોપી લાલા તડવી માનસિક વિકૃત હોવાના કારણે તેની પત્ની છોડીને જતી રહી હોવાનું પોલીસને અનુમાન છે. આરોપીની પૂછપરછમાં બાળકીની માતા સાથે બોલાચાલી થઇ હોવાની વાત કરી છે. બોલાચાલીની અદાવતમાં બાળકીની હત્યા કર્યાનો દાવો કરવમાં આવી રહ્યો છે. બાળકીના ગળા પર કુહાડી મારતા લોહીના છાંટા ઉડ્યા હતા. લોહીના છાંટા ઘરમાં માતાજીના ફોટા પર ઉડ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અંધશ્રદ્ધા કે બલિના ઇરાદે હત્યા ન કરાઇ હોવાનો પોલીસ દાવો કરી રહી છે. 

બલિ ચઢાવવા પાછળ અન્યની સંડોવણીઃ અભેસિંહ

છોટા ઉદેપુરના પાણેજમાં બાળકીની બલિનો કેસને લઇ ભાજપ નેતાઓએ બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. ધારાસભ્ય અભેસિંહ તડવી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. ધારાસભ્ય અભેસિંહ તડવીએ કહ્યું હતું કે, આ ઘટના સમાજ માટે કલંકરુપ છે.અંધશ્રદ્ધાને લઇને આ ઘટના બની છે. આરોપી આવી વિચારધારા ધરાવતો હતો. બલિ ચઢાવવા પાછળ અન્યની સંડોવણી હોઇ શકે છે. પોલીસ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરે...

  • Follow us on: