• ગાંધીનગર સીટને 10 લાખની લીડ સાથે જીતવા લક્ષ્ય રાખ્યો
  • 26 સીટ ફરી એક વખત જીતવા અને 5 લાખની લીડ મેળવવા કવાયત આરંભી
  • અમિત શાહને જીતાડવા માટે સ્ટીકર પણ લગાવ્યા હતા

લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે હવે ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. સૌથી હાઈ પ્રોફાઈલ સીટ એવી ગાંધીનગર લોકસભા મત વિસ્તારથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલે પ્રચારનો પ્રારંભ કરાવ્યો છે. બીજેપીએ 25 સીટ પર 5 લાખની લીડ તો ગાંધીનગર સીટને 10 લાખની લીડ સાથે જીતવા લક્ષ્ય રાખ્યો છે.

અમિત શાહને જીતાડવા માટે સ્ટીકર પણ લગાવ્યા હતા

બીજેપી દ્વારા જોરશોરથી પ્રચારનો પ્રારંભ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર ગાંધીનગર લોકસભા આવે છે. ત્યારે આજે સીએમએ વસ્ત્રાપુરમાં આવેલા વૃંદાવન આવાસ ખાતે લાભાર્થીઓ સાથે સંપર્ક કર્યો હતો. 5 જેટલા ઘરના લોકો સાથે તેમના ઘરમાં જઈ વાતો કરી હતી અને સરકારી યોજનાઓનાં લાભ અંગે ચર્ચા કરી હતી. તેમજ અમિત શાહને જીતાડવા માટે સ્ટીકર પણ લગાવ્યા હતા.

26 સીટ ફરી એક વખત જીતવા અને 5 લાખની લીડ મેળવવા કવાયત આરંભી

ભાજપ આગામી સમયમાં ઘર ઘર સંપર્ક અભિયાન પણ ચલાવશે જેમાં પીએમ દ્વારા જનતા માટે લખેલો પત્ર ઘરે ઘરે આપશે. ભાજપ સ્થાપના દિનના દિવસે કાર્યકર્તાઓના ઘરે ભાજપનો ઝંડો લગાવશે અને એ બાદ ભાજપ ઘરે ઘરે જઈ મત માંગશે અને મારો પરિવાર મોદી પરિવારના સ્ટીકર લગાવશે. આ તરફ સીએમ સોસાયટી સોસાયટીમાં જઈને ચેરમેન, સેક્રેટરી અને ભાજપના હોદ્દેદારો સાથે બેઠકો કરી રહ્યા છે અને ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે . આમ ભાજપ દ્વારા 26 સીટ ફરી એક વખત જીતવા અને 5 લાખની લીડ મેળવવા કવાયત આરંભી દીધી છે અને ખુદ મુખ્યમંત્રી પ્રચાર કરી રહ્યા છે જેથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધે અને તે પણ પ્રચાર પ્રસારમાં લાગી જાય. 

  • Follow us on: